બાઇડને સાઉદી અરબ અને યૂએઇને હથિયાર વેચવા પર અસ્થાઇ રીતે પ્રતિબંધ લગાવી દીધો

અમેરિકાની બાઇડન સરકારે સાઉદી અને યૂએઈને મોટો ઝાટકો આપ્યો છે. બાઇડન સરકારે બુધવારે સાઉદી અરબ અને યૂએઈને હથિયાર વેચવા પર અસ્થાઈ રીતે પ્રતિબંધ લગાવી દૃીધો છે. ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દૃરમિયાન સાઉદી અરબ અને યૂએઈને આધુનિક હથિયાર વેચવા માટે થયેલા અબજો ડૉલરના કરારને મંજૂરી આપવામાં આવી હતી. બાઇડન સરકાર હવે આ નિર્ણયની સમીક્ષા કરશે. અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ બુધવારના એક નિવેદનમાં કહૃાું હતુ કે, બંને દેશોને અમેરિકન હથિયારોના વેચાણ પર અસ્થાઈ રીતે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જેથી નવા નેતૃત્વને આની સમીક્ષા કરવાની તક મળી શકે છે.

પ્રવક્તાએ કહૃાું કે, સત્તા હસ્તાંતરણ દરમિયાન આ એક સામાન્ય પ્રક્રિયા હોય છે અને આનાથી પારદર્શિતા અને સુશાસનને લઈને પ્રતિબદ્ધતા જાહેર થાય છે. અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને બુધવારના પોતાની પહેલી પ્રેસ બ્રીફિંગ કહૃાું કે, સાઉદી અરબ અને યૂએઈને હથિયારોના વેચાણ પર સમીક્ષા એ માટે કરવામાં આવી રહી છે જેથી અમારા રણનીતિક ઉદ્દેશ પૂર્ણ થાય અને અમારી વિદૃેશ નીતિ આગળ વધી શકે. અમે અત્યારે આ જ કરી રહૃાા છીએ.

બાઇડનને સત્તામાં આવ્યે અત્યારે ફક્ત એક અઠવાડિયું જ થયું છે, પરંતુ તેમણે પહેલા જ સ્પષ્ટ કર્યું છે કે મધ્ય-પૂર્વને લઈને અમેરિકાની વિદેશ નીતિ ટ્રમ્પ સરકારથી ઘણી અલગ થવાની છે. બાઇડન સરકારે એ વાતના પણ સંકેત આપ્યા છે કે અમેરિકા હવે યમનમાં ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓની વિરુદ્ધ સાઉદી અરબ અને યૂએઈના અભિયાનને સમર્થન ચાલું નહીં રાખે. અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને સીનેટની સામે સુનાવણી દરમિયાન કહૃાું હતુ કે, યમનમાં હૂતી વિદ્રોહીઓની વિરુદ્ધ સાઉદૃીના હુમલાના કારણે ગંભીર માનવીય સંકટ પેદા થઈ ગયું છે.