બહુમાળી ભવનમાં અરજદારના ખિસ્સા ખંખેરતા કમિશન એજન્ટો

બહુમાળી ભવનમાં અરજદારના ખિસ્સા ખંખેરતા કમિશન એજન્ટો
બહુમાળી ભવનમાં અરજદારના ખિસ્સા ખંખેરતા કમિશન એજન્ટો

બેફામ ઉધરાણા એજન્ટો સામે પગલા લેવા માંગ

સરકારી ભરતીઓ નજીક આવી રહી છે. ગૃહ વિભાગના 100 દિવસમાં 27 હજારથી વધુ જગ્યાની ભરતી પ્રક્રિયા શરૂ કરવાના લક્ષ્યાંક બાદ ગુજરાત પોલીસમાં એલઆરડી (લોકરક્ષક દળ)ની 10,459 જગ્યાની ભરતી જાહેર કરી છે. .

Visit Saurashtra Kranti Homepage here

આ માટે 7 નવેમ્બર સુધીમાં કુલ 9 લાખ 70 હજાર જેટલા ઉમેદવારોએ અરજી કરી છે. વિવિધ સરકારી સહાય મેળવવા અથવા તો ભરતી માટેના ફોર્મ ભરવા માટે અમુક સરકારી સર્ટીફીકેટની જરૂર પડતી હોય છે.

નોન-કર્મીલનર, સોંગદનામું જેવા સર્ટીફીકેટ અરજદારોએ કઢાવવાના હોય છે. રાજકોટમાં બહુમાળી ભવન ખાતેની કચેરીમાં આ પ્રક્રિયા ચાલી રહી છે.

બહુમાળી ભવન ખાતે હજારો અરજદારો સર્ટીફીકેટ કઢાવવા ઉમટી પડે છે. તેમા અમુક લોકો ગ્રામ્ય વિસ્તારના પણ હોય છે. યોગ્ય પુરાવા લઇને ર્ફોમ ભરીને કામગીરી કરવામાં આવતી હોવાથી અજાણ લોકોને કઇ રીતે પ્રોસેસ કરવાની હોય તેનાથી અજાણ હોય છે.

જેનો ફાયદો કમીશન એજન્ટો લેતા હોવાની ફરીયાદ ઉઠતા ચકચાર મચી જવા પામી છે. બહુમાળીમાં આટાફેરા કરતા એજન્ટોએ માનવતા નેવે મુકી દીધી હોવાના લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

આ કમીશન ખાનારા એજન્ટો કોઇ પણ જાતની માન્યતાઓ ધરાવતા નથી પણ અભણ લોકોને કેમ ફોર્મ ભરવુ કોની પાસે સોંગદનામું કરાવવું તેની જાણ કરીને પૈસાના ઉઘરાણા કરતા હોવાનું સામે આવ્યું છે.

પૈસા લઇને લોકોના કામ કરે છે લોકોની મજબુરીનો લાભ લે છે. અરજદારો પૈસા લઇને ફોર્મ ભરીને આપીને લાઇનમાં ઉભા રાખી છે પણ અધિકારી દ્વારા પુરતા ડોક્યુમેન્ટ ન હોવાથી ર્ફોમ રીજેક્ટ કરવામાં આવે તો

ફરી જવાબ આપવાને બદલે દાદાગીરી કરતા હોવાની પણ વાત સામે આવી રહ્યા છે. અભણ અજાણ લોકો બહુમાળી ભવન ખાતે આવે તો આવા લોકો દ્વારા તેની મજબુરીનો લાભ લઇ ખિસ્સા ખંખેરી નાખે છે.

Read About Weather here

આવા લોકોને તંત્ર દ્વારા રોકવામાં કેમ નથી આવતા તેવી પણ લોકોમાં ચર્ચા થઇ રહી છે. અને કોઇના ડર વિના બેફામ ઉઘરાણી કરતી આ ટોળકી સામે પગલા લેવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. (4.4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here