બળકીને ઉપાડી જનાર યુવક પોલીસ ની જપટે

બળકીને ઉપાડી જનાર યુવક પોલીસ ની જપટે
બળકીને ઉપાડી જનાર યુવક પોલીસ ની જપટે

બાળાને લલચાવી ફોસલાવીને ભગાડી જનાર યુવાનને તેના મોબાઇલ નંબરના ટેકનીકલ સપોર્ટથી પોલીસે રાજસ્‍થાનના અજમેર જીલ્લામાંથી પકડીને તેની સાથે રહેલી બાળાને છોડાવી હતી.

શહેર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક સુ.શ્રી સાહીત્‍યા વી. ના સીધા માર્ગદર્શન અને દેખરેખ હેઠળ હાર્બર મરીન પોલીસ સ્‍ટેશન  આઇ.પી.સી. કલમ-૩૬૩,૩૬૬ વિ.મુજબના  વાલીપણામાંથી બાળાને  આરોપી રામા મુરુભાઇ હુણ ઉવ.૨૫ રહે. કુછડીગામ તા.જી.પોરબંદર એ  પ્રેમજાળમાં ફસાવી, લલચાવી ફોસલાવી, બદકામ કરવાના ઇરાદાથી, લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયેલ.

આ બાબતની તપાસ હાર્બર મરીન પો.સ્‍ટે. ના પોલીસ ઇન્‍સપેકટર શ્રી એસ.ડી. સાળુંકે જાતેથી સંભાળી હાર્બર મરીન પો.સ્‍ટે.ના તાબાના માણસો સાથે આ કામના આરોપી તથા ભોગ બનનાર કિશોરીને શોધવા પ્રયત્‍નશીલ હતા દરમ્‍યાન હ્યુમન રીસોર્સની મદદથી એ.એસ.આઇ. બી.ડી.વાઘેલાનાઓને હકીકત મળેલ કે આ કામનો આરોપી હાલમાં તેના નવા સીમકાર્ડનો ઉપયોગ કરતો હોય જે મોબાઇલ નંબરનુ ટેકનીકલ સપોર્ટથી લોકેશન મેળવતા આ કામનો આરોપી ભોગ બનનાર સાથે રાજસ્‍થાન રાજયના અજમેર જીલ્લામાં રહેતો હોવાનુ જણાઇ આવતા પોલીસ ઇન્‍સપેકટરશ્રી એસ.ડી. સાળુંકેનાઓ ઉપરી અધિકારી શ્રીઓની સુચના અને માર્ગદર્શન મુજબ કિર્તીમંદીર પો.સ્‍ટે.ના પો.સબ ઇન્‍સ.શ્રી જે.એસ. હુંબલનાઓ તથા એ.એસ.આઇ. બી.ડી.વાઘેલાનાઓને રાજસ્‍થાન જીલ્લા અજમેર ખાતે તપાસના કામે જવા મંજુરી મેળવી રવાના કરેલ અને આરોપી તથા ભોગબનનાર કિશોરીને રાજસ્‍થાન રાજયના અજમેર જીલ્લાના સરધનાગામ પાસે હાઇવે પર આવેલ હોટલ ખાતેથી યુકિતપુર્વક શોધી કાઢી પ્રસંશનીય કામગીરી કરેલ છે.

આ ગુમ થનાર આરોપી તથા ભોગબનનારને શોધી કાઢવા હાર્બર મરીન પોલીસના  પીઆઇ શ્રી એસ.ડી.સાળુંકે હાર્બર મરીન પો.સ્‍ટે., પીએસઆઇ જે.એસ.હુંબલ કિર્તીમંદીર પો.સ્‍ટે., એએસઆઇ  બી.ડી.વાઘેલા હાર્બર મરીન પો.સ્‍ટે., એએસઆઇ આર.એફ.ચૌધરી હાર્બર મરીન પો.સ્‍ટે., યુએચસી આર. કે. રાઠોડ હાર્બર મરીન પો.સ્‍ટે., ડ્રાઇવર  રામદેભાઈ ભીમાભાઇ હાર્બર મરીન પો.સ્‍ટે., ડબલ્‍યુપીસી કિરણબેન બાલુભાઇ હાર્બર મરીન પો.સ્‍ટે.રોકાયેલા હતા.