બગોદરા હાઇવે ઉપરના વૃક્ષોને પાણી પાતા ટેન્‍કર પાછળ કાર અથડાઇ પડીઃ એકનું મોતઃ બે શ્રમીક મહિલાને ઇજા

બગોદરા હાઇવે ઉપરના વૃક્ષોને પાણી પાતા ટેન્‍કર પાછળ કાર અથડાઇ પડીઃ એકનું મોતઃ બે શ્રમીક મહિલાને ઇજા
બગોદરા હાઇવે ઉપરના વૃક્ષોને પાણી પાતા ટેન્‍કર પાછળ કાર અથડાઇ પડીઃ એકનું મોતઃ બે શ્રમીક મહિલાને ઇજા

વઢવાણ, તા., ૧૦: બગોદરા હાઈવે પર કલ્‍યાણગઢ ગામના પાટિયા પાસે કાર અને ટેન્‍કર વચ્‍ચે અકસ્‍માતમાં એક વ્‍યક્‍તિનું મોત થયું છે, જયારે ત્રણ ઈજાગ્રસ્‍ત થયા છે.

બગોદરા હાઈવે પર કલ્‍યાણગઢ ગામના પાટિયા પાસે હાઈવે પર સાઈડમસ ઝાડને સિંચન કરતા પાણીના ટેન્‍કર પાછળ પુરઝડપે આવતી કાર અથડાઈ હતી.

આ કારમાં સવાર હાલોલના હરપાલસિંહ સિસોદિયાનું મોત થયું હતું તેમજ તથા તેમની સાથે કારમાં સવાર ઉજ્જૈનના રાજલોકેન્‍દ્ર ઈજાગ્રસ્‍ત થયા. તો સાથે ટેન્‍કરમાંથી ઝાડને પાણી સીંચી રહેલી બે શ્રમિક મહિલાઓ પણ ઈજાગ્રસ્‍ત થઈ હતી.

ઘટનાની જાણ થતા ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ તેમજ બગોદરા પોલીસ ઘટનાસ્‍થળે પહોંચી હતી. ઈજાગ્રસ્‍તોને ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ મારફતે બાવળા ખાનગી હોસ્‍પીટલમાં તેમજ એક ઈજાગ્રસ્‍તને પોલીસ વાનમાં  બગોદરા સરકારી આરોગ્‍ય કેન્‍દ્ર માં સારવાર માટે ખસેડવામાં આવ્‍યાં છે.