બંગાળનો ઓક્સિજન છીનવી લઈને યુપીને અપાઈ રહૃાો છે, મમતા બેનરજી ભડકયા

ઓક્સિજન
ઓક્સિજન

બંગાળમાંથી ઓક્સિજન બીજા રાજ્યોને કેમ આપવામાં આવે છે, મારા રાજ્યનો ઓક્સિજન બીજા રાજ્યોને આપવાનુ ચલાવી નહીં લેવાય

દેશની સાથે સાથે બંગાળમાં પણ કોરોનાના કેસ હવે ચૂંટણી પ્રચારના પગલે વધી રહૃાા છે અને બીજી તરફ ઓક્સિજનની મારામારી છે. રાજ્યો વચ્ચે પણ હવે ઓક્સિજનના મામલે વિખવાદ થઈ રહૃાા છે.
બંગાળના સીએમ મમતા બેનરજીએ આ મુદ્દે કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, બંગાળના હિસ્સાનો ઓક્સિજન યુપીને આપવામાં આવી રહૃાો છે.ચૂંટણી સમયે બંગાળના વોટ જોઈએ છે પણ ઓકસીજન ભાજપ શાસિત રાજ્યોને આપવામાં આવી રહૃાો છે.બંગાળને ઓકસીજન ક્યાંથી મળશે?અમે ભીખારી નથી.

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

મમતા બેનરજીએ કોરોનાની બીજી લહેર માટે કેન્દ્ર સરકારને દોષિત ઠેરવીને કહૃાુ હતુ કે, પહેલા તો સ્ટીલ ઓથોરિટ ઓફ ઈન્ડિયાના પ્લાન્ટમાંથી માત્ર બંગાળને ઓકસીજન અપાતો હતો પણ હવે બંગાળનો ઓકસીજન યુપી પાસે જઈ રહૃાો છે. જેથી બંગાળમાં અછત સર્જાય.બંગાળમાંથી ઓકસીજન બીજા રાજ્યોને કેમ આપવામાં આવે છે, મારા રાજ્યનો ઓકસીજન બીજા રાજ્યોને આપવાનુ ચલાવી નહીં લેવાય.
તેમણે કહૃાુ હતુ કે, કેન્દ્ર સરકારની બેદરકારીના કારણે દેશમાં અત્યારની સ્થિતિ સર્જાઈ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ૨૦૨૦માં ઓકસીજન પ્લાનીંગ માટે ટકોર કરી હતી પણ કેન્દ્ર સરકારે અમને આ અંગે કોઈ જાણકારી આપી નહોતી.

મમતા બેનરજીએ વધુમાં કહૃાુ હતુ કે, રાજ્યમાં હાલમાં લોકડાઉન નહીં થાય. લોકડાઉન સમસ્યાનુ સમાધાન નથી. રાજ્ય સરકાર બીજી લહેર પર પણ કાબૂ મેળવવામાં સફળ થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here