ફૂડ એન્ડ ડ્રગ વિભાગના જિલ્લામાં મસાલા માર્કેટ ઉપર દરોડા

ફૂડ એન્ડ ડ્રગ વિભાગના જિલ્લામાં મસાલા માર્કેટ ઉપર દરોડા
ફૂડ એન્ડ ડ્રગ વિભાગના જિલ્લામાં મસાલા માર્કેટ ઉપર દરોડા

હાલમાં રાજકોટ શહેર અને જિલ્લામાં મસાલાની સિઝન ભરપુર ચાલી રહી છે ત્યારે રાજકોટ જિલ્લા ફુડ એન્ડ ડ્રગ તંત્ર દ્વારા ગત સપ્તાહ દરમિયાન મસાલા અંગે ખાસ ડ્રાઇવ યોજવામાં આવેલ હતી. રાજકોટ જિલ્લાના જુદા જુદા સ્થળોએ જુદા જુદા સ્થળોએ ફૂડ એન્ડ ડ્રગની ટીમોએ દરોડા પાડ્યા હતા. મરચા, હળદર તથા ધાણાજીરુના સેમ્પલો લેવામાં આવેલ હતા અને આ સેમ્પલોને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી દેવામાં આવેલ છે. 

આ અંગેની રાજકોટ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના સુત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ તંત્ર દ્વારા ગત સપ્તાહ દરમ્યાન રાજકોટ જિલ્લાના ગોંડલ, મેટોડા, શાપર સહિતના જુદા-જુદા સ્થળોએ આવેલ મસાલાના વેપારી તથા ઉત્પાદકો અને મસાલા દળતી મીલો ઉપર દરોડા પાડવામાં આવેલ હતા. આ દરોડા દરમ્યાન ફુડ એન્ડ ડ્રગ વિભાગે 75 જેટલા મરચુ પાવડર, હળદર પાવડર અને ધાણાજીરુ પાવડરના નમુના લેવામાં આવેલ હતા. આ નમુનાને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી દેવામાં આવેલ છે.

ફુડ એન્ડ ડ્રગના જણાવ્યા મુજબ તંત્રએ ગોંડલમાં જય અંબે મીલ, સચિન એજન્સી, મારુતી મસાલા, અમૃત એગ્રો તેમજ મેટોડામાં ડબલ સેવન મસાલા તથા અદાણી મસાલા સહિતના સ્થળોએ દરોડા પાડ્યા હતા અને મસાલાના જુદા-જુદા સેમ્પલો લેવામાં આવેલ હતા. આ સેમ્પલોનું પરિક્ષણ થયા બાદ રીપોર્ટ આવશે ત્યારબાદ ભેળસેળ અંગેનો ખ્યાલ આવશે અને તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.