ફિલ્મ ‘શ્રીકાંત’ : રાજકુમાર રાવના અભિનયથી રોશન થયેલી ફિલ્મ

ફિલ્મ ‘શ્રીકાંત’ : રાજકુમાર રાવના અભિનયથી રોશન થયેલી ફિલ્મ
ફિલ્મ ‘શ્રીકાંત’ : રાજકુમાર રાવના અભિનયથી રોશન થયેલી ફિલ્મ

દિગ્દર્શક તુષાર હિરાનંદાની આ વખતે એક સરસ મજાની બાયોપિક લઈને આવ્યા છે. ફિલ્મનું નામ છે, ‘શ્રીકાંત’ અને આ ફિલ્મના મુખ્ય હિરોનો કિરદાર તરીકે સ્ક્રીન પર ચાર ચાંદ લગાવે છે રાજકુમાર રાવ. આ બાયોપિકની સૌથી આકર્ષક વિશેષતા તેનું થ્રુ-આઉટ પોઝિટિવ ફેબ્રિક છે કે જે દર્શકોને ક્યાંય પણ ઉદાસ થવા દેતું નથી. દિગ્દર્શકે ફિલ્મની શરૂઆતમાં બાલ અવસ્થામાં રહેલા શ્રીકાંતનો એક ડાયલોગ ટાંક્યો છે, ‘હું દોડી શકતો નથી, હું ફક્ત લડી શકું છું.’ આ ડાયલોગ સમગ્ર ફિલ્મને એક અલગ જ ચાર્મ અને પોઝિટીવીટી આપે છે.

જો ડિરેક્ટર તુષારે ઇચ્છયું હોત, તો તેઓ ટીપીકલ બાયોપિક્સની જેમ પોતાની ફિલ્મમાં પણ પાત્રનું મહિમાગાન કરી શક્યા હોત, પરંતુ પાત્રના ગ્રે પાસાઓ બતાવીને, તેમણે પાત્રની રિયાલિટીને બરકરાર રાખી છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ થોડો ગાઢ છે, જ્યારે સેકન્ડ હાફમાં સ્ટોરી થોડી ખેંચાયેલી લાગે છે. પરંતુ તુષારે લેખકો સુમિત પુરોહિત અને જગદીપ સિદ્ધુ સાથે મળીને શ્રીકાંતની બુદ્ધિમત્તા અને તે પોતાની બુદ્ધિમત્તાથી પ્રતિકૂળ પરિસ્થિતિઓને કેવી રીતે સ્વીકારે છે તેના પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

આ ફિલ્મ એજ્યુકેશન સિસ્ટમ પર પણ કટાક્ષ કરે છે. અંધત્વનો શોક કરવાને બદલે, પાત્ર તેની ઉજવણી કરે છે અને પોતાની વિકનેસને જ પોતાની સ્ટ્રેન્થ બનાવે છે. સંગીતની વાત કરીએ તો, ‘પાપા કહેતે હૈ બડા નામ કરેગા’ને પરિસ્થિતિ પ્રમાણે સુંદર રીતે રીક્રિએટ કરવામાં આવ્યું છે. પરંતુ તનિષ્ક બાગચી અને સાચેત પરંપરાના સંગીતમાં ‘તુ મિલ ગયા’ અને ‘તુમ્હે હી અપના માનના હૈ’ જેવા ગીતો સારા બન્યા છે.

અભિનયની વાત કરીએ તો શ્રીકાંત તરીકે રાજકુમાર રાવ સૌથી બેસ્ટ છે. કોઈપણ બાયોપિકમાં તેનું કાસ્ટિંગ સૌથી મહત્વનું હોય છે. વાસ્તવમાં રાજકુમાર રાવ સિવાય શ્રીકાંતના રોલમાં બીજા કોઈની કલ્પના પણ કરી શકાય તેમ નથી. રાજકુમાર રાવ બધા જ દ્રશ્યોમાં ચમકે છે. શિક્ષક તરીકે જ્યોતિકાનો અભિનય શાનદાર છે.

અલાયા એફ સ્વાતિનું પાત્ર ખૂબ જ સુંદર રીતે ભજવે છે. જો કે તેને ઓછી સ્ક્રીન સ્પેસ મળી છે, પરંતુ તેણે તેની ક્ષમતા બતાવી છે. શરદ કેલકરે શ્રીકાંતના મિત્ર અને શુભેચ્છક રવિ ના  પાત્રમાં પોતાની કલાકારીનો ઉમેરીને પાત્રને વધુ મજબૂત બનાવ્યું છે.