પ્રેમ સંબંધ બાદ યુવાનના પરિવારજનોને મારી નાખવાની ધમકી અપાતા વ્‍યથિત યુવાને આપઘાત કર્યો

પ્રેમ સંબંધ બાદ યુવાનના પરિવારજનોને મારી નાખવાની ધમકી અપાતા વ્‍યથિત યુવાને આપઘાત કર્યો
પ્રેમ સંબંધ બાદ યુવાનના પરિવારજનોને મારી નાખવાની ધમકી અપાતા વ્‍યથિત યુવાને આપઘાત કર્યો

મીઠાપુર નજીક આવેલા આરંભડા સીમ વિસ્‍તારમાં રહેતા રામુભાઈ કાયાભા હાથીયા નામના ૩૩ વર્ષના અનુસૂચિત જાતિના યુવાને થોડા સમય પૂર્વે પોતાના ઘરે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

આપધાતના આ બનાવ સંદર્ભે મળતકના નાનાભાઈ દાનાભાઈ કાયાભા હાથીયા (ઉ.વ. ૩૨, રહે. કળષ્‍ણનગર – આરંભડા) એ પોલીસમાં જાહેર કરેલી ફરિયાદમાં જણાવ્‍યું છે કે મળતક રામુભાઈને એક યુવતી સાથે -ેમ સંબંધ હોય અને તે આ યુવતીને લઈને કયાંક ચાલ્‍યા ગયા હતા. ત્‍યાર પછી તેઓ પરત આવતા યુવતીના પરિવારજન એવા મીઠાપુરમાં ટાટા કંપનીની ટાઉનશિપમાં રહેતા રાજુબેન વાઘેલા, મંગીબેન કનુભાઈ ઝાલા અને વિજય કનુભાઈ ઝાલાને આ બાબતે સારું ન લાગતાં તેઓએ એક સંપ કરી અને રામુભાઈને મરી જવા માટે ધમકી આપી હતી અને જો તે આમ નહીં કરે તો તેમના ભાઈ તથા બહેન- બનેવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું જાહેર થયું છે. આ બાબતથી ડરી ગયેલા રામુભાઈ હાથીયાએ દબાણમાં આવી, અને દુપટ્ટા વડે ગળાફાંસો ખાય લેતા તેમનું મળત્‍યુ નીપજ્‍યું હતું. આમ, પોતાના ભાઈને મરી જવા માટે મજબૂર કરવા સબબ દાનાભાઈ હાથીયાની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે બે મહિલાઓ સહિત ત્રણેય સામે આઈ.પી.સી. કલમ ૩૦૬, ૫૦૬ (૨) તથા ૧૧૪ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. પી.ટી. વાણીયાએ હાથ ધરી છે.