પ્રેમમાં નિષ્ફળતા મળતાં જો યુવક આત્મહત્યા કરે તો તેના માટે મહિલાને દોષિત ઠેરવી શકાય નહીં

પ્રેમમાં નિષ્ફળતા મળતાં જો યુવક આત્મહત્યા કરે તો તેના માટે મહિલાને દોષિત ઠેરવી શકાય નહીં
પ્રેમમાં નિષ્ફળતા મળતાં જો યુવક આત્મહત્યા કરે તો તેના માટે મહિલાને દોષિત ઠેરવી શકાય નહીં

 નિષ્ફળ પ્રેમીની આત્મહત્યા માટે પ્રેમિકા દોષિત ન ગણાય તેવું દિલ્હી હાઇકોર્ટે એક ચુકાદા આપતા જણાવ્યું છે. જો નબળી માનસિકતા ધરાવનાર વ્યક્તિ આવું પગલું ભરે છે તો તેના માટે અન્ય કોઈ વ્યક્તિને દોષી ઠેરવી શકાય નહીં એમ દિલ્હી હાઈકોર્ટે ટિપ્પણી કરી હતી. કોર્ટે આત્મહત્યા માટે ઉશ્કેરણીનાં કેસમાં મહિલા અને અન્ય એક પુરુષના આગોતરા જામીન મંજૂર કર્યા છે. 

જસ્ટિસ અમિત મહાજને કહ્યું હતું કે જો પ્રેમમાં નિષ્ફળતાને કારણે પ્રેમી આત્મહત્યા કરે તો પ્રેમીને, પરીક્ષામાં નબળા પ્રદર્શનને કારણે વિદ્યાર્થી આત્મહત્યા કરે તો શિક્ષકને જવાબદાર ઠેરવી શકાય નહીં.

નબળી માનસિકતા ધરાવતી વ્યક્તિ દ્વારા લેવામાં આવેલા નિર્ણયને અન્ય વ્યક્તિને આત્મહત્યા ઉશ્કેરવા માટે માટે જવાબદાર ગણી ન શકાય. કોર્ટે જણાવ્યું હતું કે વ્હોટ્સએપ ચેટ્સ પ્રથમદર્શી રીતે દર્શાવે છે કે મૃતક સંવેદનશીલ સ્વભાવનો હતો. જ્યારે પણ મહિલા વાત કરવાની ના પાડતી હતી ત્યારે તે તેને આત્મહત્યાની ધમકી આપીને બિવડાવતો હતો.