પેટ્રોલ-ડીઝલને જીએસટી દાયરામાં લાવવાના વાતોના વડા……!?

રવિવારે રાજકોટ
રવિવારે રાજકોટ

તંત્રી સ્થાનેથી…

કેન્દ્ર સરકાર ધારે તો પેટ્રોલ ડીઝલ જીએસટી દૃાયરામાં લાવી શકે

Subscribe Saurashtra Kranti here

દૃેશમાં કોરોનાએ વરવુ રૂપ પકડ્યું છે બીજી તરફ દૃેશમાં પેટ્રોલ-ડિઝલને જીએસટીના દૃાયરામાં લાવવાની વાર્તા કેન્દ્રિય નાણામંત્રીએ કરેલ અને લોકોને આશા બંધાઈ હતી કે હાશ,મોંઘવારીના મારથી પીસાતી પ્રજાને મોટી રાહત મળશે. ત્યારબાદૃ કેન્દ્રમાંથી નિવેદૃન આવ્યું કે, જીએસટી કાઉન્સિલ નક્કી કરે તો પેટ્રોલ-ડીઝલ જીએસટીના દૃાયરામાં આવી શકે. મતલબ આમ પ્રજા સામે ગાજર લટકાવી દૃેવાયું.

ત્યારે ભાજપના સુશીલ કુમાર મોદૃીએ ફડાકો કરતા સ્પષ્ટ કહી દૃીધું કે પેટ્રોલ-ડીઝલ આવતા દૃસ વર્ષ સુધી જીએસટીના દૃાયરામાં આવે તે શક્ય નથી અને તેનું કારણ મોદૃીજીના કહેવા પ્રમાણે રૂપિયા 100 ની આવક માંથી ટેક્સ 60% જાય છે અને તેમાંથી રૂપિયા 35 કેન્દ્ર સરકારમાં જાય છે અને બાકીના 25 રૂપિયા રાજ્યો પાસે જાય છે. ત્યારે રાજ્યો આ નુકસાન સરભર કરી આપે તોજ જીએસટીના દૃાયરામાં લાવી શકાય. પરંતુ સરકાર જીએસટી દૃાયરામાં ઐએ રીતે લાવે તો પેટ્રોલ-ડીઝલ માંથી મળતી આવક રાજ્યોને આપી દૃેવી પડે જે સરકારને પરવડે નહીં.

મતલબ પેટ્રોલ ડીઝલમાંથી મળતી આવક રાજ્યોને આપી દૃેવી પડે જે સરકારને પરવડે નહીં.મતલબ પેટ્રોલ -ડિઝલ જીએસટી દૃાયરામાં લાવવાની વાતો એટલે વાતોના વડા સિવાય કશું જ નહીં! જો કે કેન્દ્ર સરકાર જાણે છે કે પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવ બાબતે કેન્દ્ર પર દૃોષનો ટોપલો ન આવી પડે એટલે રાજ્યો પર આ બાબત ઢોળી દૃેવામાં આવી છે તે સાથે કહે છે કે રાજ્યો પેટ્રોલ- ડીઝલ જીએસટી દૃાયરામાં લાવવા તૈયાર નથી અને આમ પ્રજાને પેટ્રોલ-ડીઝલ જીએસટીમા લાવવાનો હથેળીમાં ચાંદૃ બતાવ્યો હતો !

બાકી કેન્દ્ર સરકાર ધારે તો પેટ્રોલ ડીઝલ જીએસટી દૃાયરામાં લાવી શકે છે અને વડાપ્રધાનશ્રીનો આદૃેશ છૂટે તો એક પણ રાજ્યની તાકાત નથી કે પીએમ મોદૃીની વાતનો ઇનકાર કરી શકે!? વિશ્ર્વભરના દૃેશોના અર્થતંત્રને કોરોનાએ ધમરોળી નાખ્યું છે. જેમાં વિશ્ર્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનાવવામાં ભારત ત્રણેક વર્ષ પાછળ ધકેલાઈ જવાની બીઓએફએની ધારણાએ કેન્દ્ર સરકારની ચિંતા વધારી દૃીધી છે. તો વિશ્ર્વ બેંકની આર્થિક વિકાસ માટેની આગાહીઓમાં રીસર્ચ કરતા જણાવ્યું છે કે અગાઉ 2020માં 9.9 ટકા મધ્યમ વર્ગના લોકો હતા જે કોરોના પછી ઘટીને 6.6 જેટલા થઈ ગયા છે તેનો અર્થ છે કે 33 ટકા જેટલો ઘટાડો થયો છે. તેની સામે ગરીબોની સંખ્યામાં વધારો થયો છે.

કોરોનાની બીજી લહેરે ભારતની ચિંતા વધારી દૃીધી છે કારણ કે દૃરરોજ કોરોના કેસોમાં વધારો થતો જઈ રહૃાો છે અને એ કારણે કેન્દ્ર સરકાર દૃોડતી થઈ જવા સાથે દૃેશના જે રાજ્યમાં કોરોના કેસોની સંખ્યા વધુ છે તે રાજ્યને લોકડાઉન સહિતના વિવિધ જરૂરી પગલાં લેવા તેમજ કોરોના નિયમોનો કડકાઈથી અમલ કરાવવા સાથે રસીકરણ કરવા માટે ઝડપ વધારી દૃેવા તાકીદૃ કરી છે. કેન્દ્ર સરકાર ઉપર આરોપ ન આવે કે ‘ઘરના છોકરા ઘંટી ચાટે અને પારકાને આંટો’ એટલે સિરમ કંપનીને દૃેશબહાર રસી મોકલવા પર પાબંધી ફરમાવી દૃીધી છે. ત્યારે આમ પ્રજામાં સવાલી ચર્ચાઓ ઉઠવા પામી છે કે કોરોનાનો ફેલાવો લોકો એકઠા થવાથી ટોળા બંધીથી વધુ ફેલાય છે.

Read About Weather here

તે કારણે ધાર્મિક ઉત્સવો, તહેવારો, કે પારંપારિક ઉત્સવો ઉજવવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તો પછી પાંચ રાજ્યોમાં ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે જેમાં પ્રચાર સભા, રેલીઓ સહિતના કાર્યક્રમો યોજાઈ રહૃાા છે ત્યારે શું આ માટે નેતાઓ અને કાર્યકરો સહીતના લોકટોળા નથી થતા? તેમાં પણ કેરળમાં કોરોના કેસો વધ્યા છે ત્યાં કોઇપણ પક્ષના નાના- મોટા નેતાઓ,રાજ નેતાઓ અને કાર્યકરો નિયમનું પાલન કરતા નથી તો આવી બે મોઢાની વાતો કેમ? શું સામાન્ય લોકોને જ કોરોના નિયમોનું પાલન કરવાનું?લાગી રહૃાું છે કે માનવતા ભુલાઈ ગઈ છે અને ચૂંટણીઓને પ્રાધાન્ય અપાઈ રહૃાું છે !!

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here