પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના મોટાભાઇનું ૧૦૪ વર્ષની વયે નિધન

પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામના મોટા ભાઈ મોહમ્મદ મુતુ મીરા લેબ્બે મરૈકયરનું તમિલનાડુના રામેશ્ર્વરમમાં પોતાના ઘરે નિધન થયું છે. તેઓ ૧૦૪ વર્ષના હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મોહમ્મદ મુતુએ આજે સાંજે લગભગ સાત વાગ્યે અંતિમ શ્ર્વાસ લીધાં. તેઓ ઉંમર સંબંધિત બિમારીઓથી પીડાતા હતા અને તેમની આંખોમાં ઈન્ફેક્શન હતું.

ઉલ્લેખનિય છે કે પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનું ૨૭ જુલાઈ ૨૦૧૫ના રોજ શિલોંગમાં નિધન થયું હતું. તેમનું બાળપણ ગરીબી અને સંઘર્ષમાં વિત્યું હતું. તેઓ પરિવારમાં પાંચ ભાઈ અને પાંચ બહેનો હતા.
જણાવી દઈએ કે અબ્દુલ કલામના પિતા નાવિકનું કામ કરતા હતા અને તેમણે વધુ અભ્યાસ કર્યો નહતો. તેણે માછીમારોને હોડી ભાડા પર આપતા હતા. અબ્દુલ કલામનું બાળપણ ગરીબી અને સંઘર્ષમાં પસાર થયુ હતું. પાંચ ભાઈ અને પાંચ બહેનોનો પરિવાર ચલાવવા માટે તેમના પિતાએ ખુબ મહેનત કરી હતી.