પીચની ટીકા કરતા વિદેશી ખેલાડીઓને વધારે મહત્વ આપવામાં આવી રહૃાું: ગાવસ્કર

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરનું માનવું છે કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ સિરીઝ દરમ્યાન પિચની ટીકા કરવી યોગ્ય નથી. પૂર્વ ઓપનરનું માનવું છે કે પીચની ટીકા કરતા વિદેશી ખેલાડીઓને જરૂર કરતા વધારે મહત્વ આપવામાં આવી રહૃાું છે. ગાવસ્કરે કોઈનું નામ લીધા વિના કહૃાું હતું કે, આ ભૂતપૂર્વ ખેલાડીઓને જ્યાં સુધી પ્રસિદ્ધિ મળતી રહેશે ત્યાં સુધી તેએ બોલવાનું ચાલુ રાખશે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની હાલની ટેસ્ટ શ્રેણીમાં પિચને લઈને સૌથી વધુ ટીકા કરી છે. ચોથી ટેસ્ટ પહેલા જ તેણે સોશિયલ મીડિયા પર આવી ઘણી તસવીરો પોસ્ટ કરી હતી

જેમાં પિચની મજાક ઉડાવવામાં આવી હતી. વોનને સોશિયલ મીડિયા પર તેના કારણે ટીકાઓનો સામનો પણ કરવો પડ્યો હતો. ગાવસ્કર વિદેશી ખેલાડીઓને આવી ટીકા કરવા બદલ કોઈ વધારે મહત્વ આપવા માંગતા નથી. તેમણે મીડિયા સાથેની ખાસ વાતચીતમાં કહૃાું કે, ચર્ચા બેટિંગ અને બોલિંગ અંગે હોવી જોઈએ. બેટ્સમેન બોલ્ડ અને એલબીડબ્લ્યુ થયા છે, તો તમે તેને ખરાબ પીચ કેવી રીતે કહી શકો? આપણે વિદેશી ખેલાડીઓને આટલું મહત્વ કેમ આપી રહૃાા છીએ? તેઓ શું બોલે છે તેની ચર્ચા આપણે કેમ કરી રહૃાા છીએ? યોગાનુયોગ વોને પણ અમદાવાદની ચોથી ટેસ્ટના પહેલા દિવસે ઇંગ્લેન્ડના નબળા પ્રદર્શન માટે આ વખતે પિચને દોષી નથી ઠેરવી. તેમણે પરિસ્થિતિનો લાભ લેવા બદલ ભારતીય બોલરોની પ્રશંસા કરી. વોને ઇંગ્લેન્ડની બેિંટગને ખૂબ જ નબળી ગણાવી હતી.

તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરી, ભારતે આજે તેમના બોલિંગ પ્રદર્શન દ્વારા સાબિત કર્યુ કે આવી પરિસ્થિતિમાં તે ખૂબ સારી ટીમ છે. ૬૦ ઓવર સુધી પિચ પર કઈ ખાસ હતુ નહી પરંતુ તેમણે ઇંગ્લેન્ડને તેના પર મ્હાત આપીપ હાઈ ક્લાસ પ ઇંગ્લેન્ડે બેટની ખુબ ખરાબ પ્રદર્શન કર્યું હતું.