પાકિસ્તાન ડ્રોનની આડોડાઇ બંધ ન કરે તો વળતો હુમલો : રાવત

પાકિસ્તાન ડ્રોનની આડોડાઇ બંધ ન કરે તો વળતો હુમલો : રાવત
પાકિસ્તાન ડ્રોનની આડોડાઇ બંધ ન કરે તો વળતો હુમલો : રાવત

હાઇબ્રીડ યુધ્ધના પ્રયાસ સામે પડોશી દેશને ચિમકી આપતા જનરલ : ભારતીય લશ્કરી દળો સંપુર્ણ પણે તૈયાર છે, સીડીએસની ખાત્રી

ભારતીય સેનાના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બીપીન રાવતે આજે સાફ સાફ ચેતવણી આપી હતી કે, જો પાકિસ્તાન ડ્રોન હુમલાના પ્રયાસો અને હાઇબ્રીડ લડાઇની કોશીશો ચાલુ રાખશે તો ભારત તેનો ઝડબાતોડ જવાબ આપશે. એ માટે સમય અને સ્થળની પસંદગી પણ ભારતીય સેના કરશે. જનરલ રાવતે ભારતના લશ્કરી મથકો અને ભારતીય નાગરીકોને નીસાન બનાવવા સામે પાકિસ્તાનને ચોખ્ખી ભાષામાં ચિમકી આપી હતી.

તાજેતરમાં જમ્મુમાં આવેલા હવાઇ દળના મથક પર ડ્રોનથી હુમલાનો પ્રયાસ થયો હતો. એ અંગે તપાસ હજુ ચાલી રહી છે. જનરલ રાવતે જણાવ્યું હતું કે, પાકિસ્તાની આતંકવાદીઓએ અથવા તેની સેનાએ નવી કોઇ ક્ષમતા કેળવી છે એવો સંદેશો આપવામાં માટે અથવાતો ખરેખર નુકશાન કરવા માટે આ હુમલા કરવામાં આવ્યા છે કે કેમ તેની તપાસ આપણી એજન્સીઓ ચલાવી રહી છે.

Subscribe Saurashtra Kranti here

હજુ આપણને પાકિસ્તાનના નક્કર ઇરાદાની ખબર પડી નથી પણ આપણા કોઇપણ મથક કે નાગરીકોને નુકસાન કરવાનો પ્રયાસ થશે તો આપણા લશ્કરી દળો તરફથી અલગ જ પ્રકારનો જોરદાર જવાબ મળશે. રાજકીય ઇચ્છા શકિત મોજુદ છે અને સાથે સાથે આપણા લશ્કરી દળો તૈયાર છે.

જો આપણને જરા પણ નુકસાન થયા તો વળતી પ્રતિક્રિયા માટે સમય અને સ્થળની પસંદગી કરવાનો આપણો અધિકાર છે. એવું દર્શાવતા જનરલ રાવતે જણાવ્યું હતું કે, પાછલા બારણેથી અથવા હાઇબ્રીડ લડાઇની કોશીશના આવા પ્રયાસો સામે નક્કર કાર્યવાહી થશે એવો મજબુત સંદેશો આપવો રહયો. અમે ધારીએ એ પ્રકારે અને એ મુજબ વળતો પ્રતિભાવ આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, સીમા પર સામ સામા ગોળીબાળો બંધ થઇ જાય માત્ર એટલુ પુરતુ નથી. જો સીમા પર શાંતી ભંગ કરવાની અને નુકશાન કરવાની આડકતરી કોશીશ થાય એ પણ યુધ્ધ વિરામના ભંગ સમાન છે.

Read About Weather here

દરમ્યાન હવાઇ દળના વડા એર ચીફ માર્શલ આર.કે.એસ ભદોરીયા એ જણાવ્યું હતું કે, નાનકડા ડ્રોન અને જામ કરવાની હવાઇ દળ પાસે અત્યારે મર્યાદિત ક્ષમતા છે. હજુ જમ્મુ એર સ્ટેશન પર ડ્રોન વિરોધી સિસ્ટમ ગોઠવવામાં આવી નથી કેમ કે, એ માટેની ફાઇટર જેટ જેવી નિર્ણાયક સાઘન સંપત્તી હવાઇ દળ પાસે નથી. જમ્મુમાં જે થયું એ ત્રાસવાદી હુમલો જ છે. જો કે ત્રાસવાદીઓનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો.

અત્યારે ડીઆરડીઓની સાથે સંકલન કરીને હવાઇ દળ ડ્રોન વિરોધી સિસ્ટમ વિકસાવવા અને પ્રાપ્ત કરવા પ્રયત્નો કરી રહયું છે. ટુંક સમયમાં આધુનિક સરમજામના પ્રાયત્નો પુરા થઇ જશે. આ નવા પ્રકારનો ખતરો ઉભો થયો છે. જનરલ રાવતે પણ સુર પુરાવતા જણાવ્યું હતું કે, નવા જોખમો સામે દળોએ સક્ષમ રહીને સજ્જ થવું જ પડશે. હવે પછીના હુમલા રોકેટ મારફત પણ થઇ શકે છે. ઇઝરાયેલ અને હમાશ જેવા યુધ્ધની ચકાસણી આપણી ભુમી પર કરવાની આડોડાઇ આતંકીજુથો કરી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here