પાકિસ્તાનમાં હિંદુ પત્રકાર અજય લાલવાનીની ગોળી મારી હત્યા

    Pak-Reporter-Hatya-MURDER-પાકિસ્તાન
    Pak-Reporter-Hatya-MURDER-પાકિસ્તાન

    Subscribe Saurashtra Kranti here.

    પાકિસ્તાનમાં હિંદુ સૌથી મોટો અલ્પસંખ્યક સમુદાય છે

    પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હિંદુ પત્રકાર અજય લાલવાનીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. અજય લાલવાની વાળ કપાવી રહૃાો હતો તે સમયે બે બાઈક અને એક ગાડીમાં આવેલા હુમલાખોરોએ આડેધડ ગોળીઓ ચલાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

    અજય લાલવાની એક સ્થાનિક ન્યૂઝ ચેનલ અને ઉર્દ ભાષાના સમાચાર પત્ર ’ડેઈલી પુચાનો’ના રિપોર્ટર હતા. તેઓ ગુરૂવારે સુક્કુર શહેરની એક દુકાનમાં વાળ કપાવવા પહોંચ્યા તે સમયે તેમના પર ગોળીબાર થયો હતો. ઈજાગ્રસ્ત લાલવાનીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ પેટ, બાજુઓ અને ઘૂંટણમાં ગોળી વાગવાના કારણે તેમનું મોત થયું હતું.

    અજયના પિતાએ અંગત દૃુશ્મનાવટના કારણે હત્યા થઈ હોવાના સમાચારને રદિયો આપ્યો હતો. આ તરફ પોલીસે ૩ અજ્ઞાત ગુનેગારો વિરૂદ્ધ ફરિયાદ નોંધીને કેસની તપાસ શરૂ કરી છે અને તે વિસ્તારમાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે.

    Read About Weather here

    પત્રકારોના એક સમૂહે લાલવાનીની હત્યાને લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તેમના મૃતદેહના અંતિમ સંસ્કાર બાદ એક માર્ચ યોજવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, પાકીસ્તાનમાં હિંદુ સૌથી મોટો અલ્પસંખ્યક સમુદાય છે. એક અહેવાલ પ્રમાણે પાકિસ્તાનમાં ૭૫ લાખ હિંદુઓ રહે છે અને પાકિસ્તાનની મોટા ભાગની હિંદુ વસ્તી સિંધ પ્રાંતમાં છે.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here