સીરિયાના કુર્દ ક્ષેત્ર પર ૧૭ મહિના બાદ તુર્કીનો પ્રથમ હવાઈ હુમલો

    Serai-Humalo-સીરિયા
    Serai-Humalo-સીરિયા

    Subscribe Saurashtra Kranti here.

    ઓક્ટોબર ૨૦૧૯માં ઉત્તર-પૂર્વ સીરિયામાં તુર્કીએ એકતરફી સૈન્ય કાર્યવાહી કરી હતી

    એક એનજીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે તુર્કીએ ૧૭ મહિનામાં પહેલી વખત સીરિયાના કુર્દ ક્ષેત્ર પર હવાઈ હુમલો કર્યો છે. સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હૃાુમન રાઈટ્સના અહેવાલ પ્રમાણે ’તુર્કીના એક ફાઈટર જેટે એન ઈસ્સા ગ્રામીણ વિસ્તારના સઈદા ગામમાં સીરિયન ડેમોક્રેટિક ફોર્સિઝના સૈન્ય અડ્ડાઓ પર હુમલો કર્યો હતો. આ હુમલાના કારણે ભારે મોટો વિસ્ફોટ થયો હતો.’

    ઉલ્લેખનીય છે કે, અગાઉ ઓક્ટોબર ૨૦૧૯માં ઉત્તર-પૂર્વ સીરીયામાં તુર્કીએ એકતરફી સૈન્ય કાર્યવાહી કરી હતી. તુર્કીના યુદ્ધ વિમાનો અને તોપોએ સીરિયામાં કુર્દોના નિયંત્રણવાળા વિસ્તારોને નિશાન પર લીધા હતા જેથી હજારોની સંખ્યામાં લોકોએ ઘર છોડીને ભાગવું પડ્યું હતું.

    તે ઘટનાને લઈ ભારતે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહૃાું હતું કે, ’ઉત્તર પૂર્વીય સીરિયામાં તુર્કીની એકતરફી સૈન્ય કાર્યવાહીને લઈને અમે ચિંતિત છીએ. તુર્કીની કાર્યવાહી ક્ષેત્રની સ્થિરતા અને આતંકવાદ વિરૂદ્ધની લડાઈને નબળી પાડી શકે છે.’

    Read About Weather here

    અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઉત્તર-પૂર્વીય સીરીયામાં તુર્કીની સૈન્ય કાર્યવાહીના વિરોધમાં તુર્કીશ અધિકારીઓ સામે નવા પ્રતિબંધોની જાહેરાત કરી દીધી હતી. ઉપરાંત ટ્રમ્પે એમ પણ કહૃાું હતું કે, જો તુર્કી વિનાશના પંથે આગળ વધતું જશે તો અમે તેના અર્થતંત્રને ઝડપથી બરબાદ કરી દેવા તૈયાર છીએ. સાથે જ સ્ટીલ પરની ડ્યુટી વધારીને અમેરિકાએ ૧૦૦ અબજ ડોલરના વેપારી સોદા અંગેની વાતચીત પણ બંધ કરી દીધી હતી.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here