પહેલા આતંકી બોમ્બ રાખતા હતા આજે પોલીસ પાસે રખાવાય છે: રાજ ઠાકરે

    Raj-Thackre-TERRORIST-BOMB-બોમ્બ
    Raj-Thackre-TERRORIST-BOMB-બોમ્બ

    Subscribe Saurashtra Kranti here.

    પરમબીર સિંહના લેટર બોમ્બ બાદ મહારાષ્ટ્રમાં ભૂકંપ

    મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે ફોડેલા લેટર બોમ્બ બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ધરતીકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે.

    દરમિયાન ભાજપની સાથે સાથે હવે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ પણ સરકાર પર હુમલો કરતા કહૃાુ છે કે, કોઈ ગૃહ મંત્રી કોઈ પોલીસ અધિકારીને ૧૦૦ કરોડ વસુલ કરવા માટે આદેશ આપે તેવુ મેં મારી જિંદગીમાં સાંભળ્યુ નથી.મહારાષ્ટ્ર તો ઠીક છે પણ દેશમાં પણ ક્યાંય આવુ થયુ નહીં હોય.

    રાજ ઠાકરેએ ગૃહ મંત્રી અનિલ દેશમુખને સવાલ કર્યો હતો કે, જો તમારા મતે પોલીસ કમિશનર પોતાને બચાવવા માટે આ પ્રકારના આરોપ લગાવતા હોય તો અને તે જો સચિન વાજેની સાથે મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકો ભરેલી કાર મુકવામાં સામેલ હોય તો આ મામલાની તપાસ પહેલા કેમ ના કરાવી, કેમ પરમબીરિંસહને પહેલા પદ પરથી ના હટાવાયા અને કેમ તેમની બદલી ના કરી ?અનિલ દેશમુખ પોતાની જવાબદારીઓમાંથી છટકી શકે તેમ નથી.તેમણે તરત જ રાજીનામુ આપી દેવુ જોઈએ અને જો તે રાજીનામુ આપવા તૈયાર ના હોય તો તેમને આ માટે ફરજ પાડવી જોઈએ.

    Read About Weather here

    તેમણે કહૃાુ હતુ કે, પહેલા આતંકીઓ બોમ્બ મુકતા હતા અને હવે ખબર પડી કે પોલીસ બોમ્બ મુકે છે.પોલીસે કોના કહેવા પર વિસ્ફોટકો ભરેલી કાર મુકી તેની તપાસ થવી જોઈએ. કોઈ મોટા વ્યક્તિના આદેશ વગર સચિન વાજેએ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકો ભરેલી કાર મુકી હોય તે શક્ય નથી.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here