પરમાણુ યુધ્‍ધ થાય તો ૭૨ મિનિટમાં ૩૦૦ કરોડ લોકો મોતને ભેટે

નાટો દળોએ રશિયા-યુક્રેન યુદ્ધમાં પ્રવેશ કર્યો છે. રશિયન ઇન્‍ટેલિજન્‍સ અહેવાલો છે કે યુએસ અને ફ્રેન્‍ચ મરીન કમાન્‍ડો સીધા યુક્રેન યુદ્ધમાં પ્રવેશ્‍યા છે અને હવે નાટો એરફોર્સના પાઇલોટ્‍સ પણ લશ્‍કરી કાર્યવાહી શરૂ કરી શકે છે. તેનો સીધો અર્થ છે વિશ્વ યુદ્ધની ચેતવણી. રશિયા માટે જાસૂસી કરનાર એક જર્મન સૈન્‍ય અધિકારીએ કહ્યું છે કે રશિયાની પરમાણુ હુમલાની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. વ્‍લાદિમીર પુતિન કોઈપણ સમયે હાઈપરસોનિક મિસાઈલ વડે પરમાણુ હુમલાના આદેશ જારી કરી શકે છે. એવી આશંકા છે કે જો પરમાણુ યુદ્ધ ફાટી નીકળશે તો ૭૨ મિનિટમાં પૃથ્‍વી પર ૫ હજાર પરમાણુ વિસ્‍ફોટ થશે અને અકલ્‍પનીય વિનાશ થશે.

૭૨ મિનિટમાં પૃથ્‍વી કેવી રીતે તૂટી શકે છે તે સમજો. રશિયન મિસાઈલ છોડતાની સાથે જ તે ૨૫મી મિનિટમાં ન્‍યૂયોર્ક પહોંચી જશે. ન્‍યુક મેપના અનુમાન મુજબ આ પહેલા હુમલામાં જ ૧૬ લાખ લોકો માર્યા જશે અને ૩૦ લાખ લોકો ઘાયલ થશે. આ પછી ૨૫ થી ૫૦ મિનિટમાં પૃથ્‍વી પર પરમાણુ યુદ્ધ શરૂ થઈ જશે. યુરોપ પર રશિયાના હુમલા શરૂ થશે. અમેરિકા અને ફ્રાન્‍સ મળીને રશિયા પર પરમાણુ હુમલો કરશે. અમેરિકા અને બ્રિટન મળીને ચીન પર પરમાણુ હુમલો કરશે અને ચીન પણ વળતો જવાબ આપશે. રશિયાના ગઠબંધનમાં સામેલ દેશ ઉત્તર કોરિયા પણ અમેરિકા અને યુરોપ પર હુમલા શરૂ કરશે. ૫૦માંથી ૭૨મી મિનિટ સુધી ભારે વિનાશ થશે. મતલબ કે આ ૨૨ મિનિટમાં પૃથ્‍વી પર ૫,૦૦૦ પરમાણુ વિસ્‍ફોટ થવાનો અંદાજ છે.

‘ન્‍યુક્‍લિયર વોરઃ અ સિનારિયો’ બુક મુજબ આ વિસ્‍ફોટોમાં ૩૦૦ કરોડથી વધુ લોકોના મોત થશે. ૭૪,૦૦૦ વર્ષ પહેલાં સુમાત્રાના જંગલોમાં જવાળામુખી ફાટ્‍યો હતો, આ વધુ વિનાશક હશે. ૭૪,૦૦૦ વર્ષ પહેલાં જે જવાળામુખી ફાટી નીકળ્‍યો હતો તેને ટોબા સુપર ઇરપ્‍શન કહેવામાં આવે છે. આ વિસ્‍ફોટને ૧,૦૦૦ અણુ બોમ્‍બની શક્‍તિ સાથેનો વિસ્‍ફોટ માનવામાં આવતો હતો. તે સમયે ૨૨૦ કરોડ ટન સલ્‍ફર ડાયોક્‍સાઈડ પર્યાવરણમાં ફેલાઈ ગયો હતો અને પૃથ્‍વી થીજી જવા લાગી હતી. હવે, ૫,૦૦૦ પરમાણુ વિસ્‍ફોટોને કારણે, ૧,૧૦૦ કરોડ ટન સલ્‍ફર ડાયોક્‍સાઇડ પૃથ્‍વીના પર્યાવરણને આવરી લેશે. આ ગાઢ ધુમાડાના વાદળને કારણે સૂર્યપ્રકાશ પૃથ્‍વી સુધી પહોંચશે નહીં. આ પૃથ્‍વી પર પરમાણુ શિયાળો શરૂ કરશે.

‘ન્‍યુક્‍લિયર વોર : અ સિનારિયો’ પુસ્‍તકમાં અંદાજ છે કે વિનાશનું ચક્ર ૧૦૦ વર્ષ સુધી ચાલુ રહેશે. યુરોપ રશિયાના પરમાણુ હુમલાની ધમકીને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યું છે. રશિયા માટે જાસૂસી કરી રહેલા એક જર્મન સૈનિકે આ અંગે માહિતી આપી છે. જર્મન સુરક્ષા એજન્‍સીએ જર્મન સશષા દળો બુન્‍ડેસવેહરના અધિકારીની ધરપકડ કરી છે. તે અધિકારી પર રશિયા માટે જાસૂસી કરવાનો આરોપ છે.

અધિકારીએ ડસેલડોર્ફ કોર્ટમાં પોતાનું નિવેદન નોંધ્‍યું હતું. જર્મન જાસૂસના મતે રશિયા પરમાણુ વિસ્‍ફોટ કરવા જઈ રહ્યું છે. તેને કહેવામાં આવ્‍યું હતું કે જર્મની પર ટૂંક સમયમાં પરમાણુ હુમલો થઈ શકે છે. તેમને કહેવામાં આવ્‍યું હતું કે યુક્રેન યુદ્ધ યુરોપના ઘણા દેશોમાં ફેલાવાનું છે. રશિયાએ તેના પરિવારની સુરક્ષાની ખાતરી આપીને તેને પોતાનો જાસૂસ બનાવ્‍યો હતો.

જર્મન જાસૂસના અહેવાલ મુજબ હવે સત્‍ય બહાર આવવાનું શરૂ થઈ ગયું છે, કારણ કે યુક્રેનની બહાર પણ રશિયન હુમલા શરૂ થઈ ગયા છે. ૩૦ એપ્રિલના રોજ, ચેક રિપબ્‍લિકમાં વર્બેટીમ હથિયારોના ડેપોમાં વિસ્‍ફોટ થયા હતા. ચેક એજન્‍સીનો દાવો છે કે આ વિસ્‍ફોટો રશિયન એજન્‍ટો દ્વારા કરવામાં આવ્‍યા હતા. યુરોપમાં યુદ્ધ વિસ્‍તરણનો ભય ફેલાઈ રહ્યો છે, તેથી જ પોલેન્‍ડે પણ અમેરિકાના પરમાણુ સહયોગ કાર્યક્રમમાં જોડાવા માટે અરજી કરી છે. અમેરિકાના પરમાણુ હથિયારો ટૂંક સમયમાં પોલેન્‍ડમાં તૈનાત થઈ શકે છે. આ સિવાય યુરોપિયન યુનિયને ન્‍યુક્‍લિયર કોઓપરેશન ટીમની રચના કરી છે. આ ટીમમાં યુરોપિયન દેશોના ગુપ્તચર અધિકારીઓનો સમાવેશ થાય છે. તેઓ રશિયાની પરમાણુ ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે. યુરોપિયન દેશોની ગુપ્તચર એજન્‍સીઓને ખાતરી છે કે યુક્રેન યુદ્ધનું પરિણામ પરમાણુ વિસ્‍ફોટ હશે અને જો આમ થશે તો અકલ્‍પનીય વિનાશ નિશ્ચિત છે.