પત્‍નિ અંગ્રેજી બોલી શકતી નથી અને પતિને હિન્‍દી આવડતું નથી.ત્રણ મહિના પહેલા થયેલા લગ્ન તૂટી ગયા

પત્‍નિ અંગ્રેજી બોલી શકતી નથી અને પતિને હિન્‍દી આવડતું નથી.ત્રણ મહિના પહેલા થયેલા લગ્ન તૂટી ગયા
પત્‍નિ અંગ્રેજી બોલી શકતી નથી અને પતિને હિન્‍દી આવડતું નથી.ત્રણ મહિના પહેલા થયેલા લગ્ન તૂટી ગયા

શું તમે કયારેય વિચાર્યું છે કે અંગ્રેજી આવડતું ન હોવાને કારણે કોઈના લગ્ન તૂટી શકે છે? ઉત્તર પ્રદેશના આગ્રામાં આવો જ એક કિસ્‍સો સામે આવ્‍યો છે, જેમાં અંગ્રેજી ન આવડતું હોવાના કારણે લગ્ન તૂટી ગયા હતા. નવાઈની વાત એ છે કે એક વર્ષ પહેલા મળ્‍યા બાદ બંનેએ ત્રણ મહિના પહેલા જ લવ મેરેજ કર્યા હતા.

યુવક ગુરુગ્રામની એક ખાનગી બેંકમાં નોકરી કરે છે. તે દક્ષિણ ભારતનો છે, જેના કારણે તે હિન્‍દી નથી જાણતો. તે લગભગ એક વર્ષ પહેલા ટ્રેનિંગ માટે આગ્રા આવ્‍યો હતો. તે જ સમયે તેની મુલાકાત આગ્રાની એક યુવતી સાથે થઈ. ત્‍યારપછી બંને મિત્રો બન્‍યા અને પછી મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. બંનેએ સાથે જીવવાપ્રમરવાના સોગંદ લીધા અને પછી ત્રણ મહિના પહેલા લગ્ન કરી લીધા. આ મામલે યુવતીએ પોલીસને જણાવ્‍યું હતું કે તે લગભગ ૧૫ દિવસથી તેના માતાના ઘરે રહેતી હતી.

તેણે પોલીસને જણાવ્‍યું હતું કે તેનો પતિ અંગ્રેજી બોલે છે, જ્‍યારે તે અંગ્રેજી બોલી શકતી નથી. તે હિન્‍દીમાં વાત કરે છે અને તેના પતિને હિન્‍દી સમજાતું નથી. આ બાબતે ઘરમાં ઝઘડો થયો હતો. પતિએ તેના પર માત્ર અંગ્રેજીમાં જ વાત કરવાનું દબાણ કર્યું. જેના કારણે તે પરેશાન થઈ ગઈ હતી. જ્‍યારે પણ તે હિન્‍દી બોલતી ત્‍યારે તેનો પતિ તેની સાથે ખરાબ વર્તન કરતો હતો. તે ૧૫ દિવસ પહેલા તેના માતા-પિતાના ઘરે આવી હતી.

આ કેસમાં યુવતીની ફરિયાદ બાદ પતિને ફેમિલી કાઉન્‍સેલિંગ સેન્‍ટરમાં બોલાવવામાં આવ્‍યો હતો. તેણે કહ્યું કે તે દક્ષિણ ભારતનો છે અને બરાબર હિન્‍દી બોલી શકતો નથી. ઘરમાં અંગ્રેજી બોલવા બાબતે બંને વચ્‍ચે કોઈ સમજૂતી નહોતી. જે બાદ પતિએ પત્‍નીને પોતાની સાથે રાખવાનો સ્‍પષ્ટ ઈન્‍કાર કરી દીધો હતો.