પંજાબના ચાર જિલ્લામાં રાત્રી કફર્યૂ લદાયો

શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન
શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન

કોરોનાની પરિસ્થિતી વણસતા લેવાયો નિર્ણય, છ રાજયોમાં વધતા સંક્રમણે ચિંતા વધારી

મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ અને ગુજરાત સહીત છ રાજયોમાં કોરોના સંક્રમણ વઘતા સરકારની ચિંતા વધી ગઇ છે. દરમિયાન પંજાબમાં વણસતી પરિસ્થિતી ધ્યાને લઇ ત્વરીતના પગલારૂપે જાલંધર, કપુરથલા, નવાંશહર અને હોશિયારપુરમાં રાત્રી કફર્યુ લાદી દેવાયો છે. કેંન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે જણાવેલ કે 18711 નવા મામલાઓમાં 84.71 ટકા છ રાજયોના છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 10.187 નવા કેસ સામે આવ્યા છે. જયારે કેરળમાં 2,791 અને પંજાબમાં 1,159 નવા કેસ સામે આવ્યા છે. જયાં ધીરે ધીરે વધારો થઇ રહ્યો છે તેવા રાજયોમાં કર્ણાટક અને તામીલનાડુનો સમાવેશ થાય છે. ઘટી ગયા પછી ફરી કેસ વધવા લાગતા સરકારની ચિંતા વધી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવઁણી આપી છે કે ત્રીજી અને ચોથી લહેર ખતરારૂપ નીવળી શકે છે. જે જોતા તમામ દેશો જરા અમથી પણ બેદરકારી ન દાખવે તે જરૂરી છે.