નીતા અંબાણીએ પ્રી વેડીંગ ફંકશનમાં પહેરેલ આર્ટિફિશિયલ જવેલરી માર્કેટમાં રૂા.25 હજારમાં કોપી કરેલો વેચાય છે!!

નીતા અંબાણીએ પ્રી વેડીંગ ફંકશનમાં પહેરેલ આર્ટિફિશિયલ જવેલરી માર્કેટમાં રૂા.25 હજારમાં કોપી કરેલો વેચાય છે!!
નીતા અંબાણીએ પ્રી વેડીંગ ફંકશનમાં પહેરેલ આર્ટિફિશિયલ જવેલરી માર્કેટમાં રૂા.25 હજારમાં કોપી કરેલો વેચાય છે!!

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના નીતા અંબાણીએ થોડો સમય પહેલા તેમના પુત્ર અનંત અને રાધિકાના લગ્ન પહેલા પ્રી વેડિંગ ફંકશનમાં આવો નેકલેસ પહેર્યો હતો. જેની ખૂબ ચર્ચા થઈ હતી. નીતાએ નીલમણિ અને હીરાથી જડાયેલો ખૂબ જ સુંદર નેકલેસ પહેર્યો હતો, જેની કિંમત અંદાજિત 400થી 500 કરોડ રૂપિયાની વચ્ચે હતી. વરરાજાની માતાના ગળામાં સુશોભિત હારની મીડિયામાં લગ્નના ફંકશનમાં આવેલા મહેમાનો જેટલી જ ચર્ચા થઈ હતી.

થયું એવું કે બજારમાં તેની માંગ થવા લાગી અને હવે તે આર્ટિફિશિયલ જવેલરીના ટોપ ટ્રેન્ડમાંનુ એક બની ગયું છે. ઓનલાઈન હોય કે ઓફલાઈન, આ નેકલેસ, 2,000થી 25,000 રૂપિયામાં વેચાઈ રહ્યા રહ્યા છે.

નીતા અંબાણીના નીલમણિના હારની મીડિયામાં એટલી ચર્ચા થઈ કે આર્ટિફિશિયલ જવેલરી માર્કેટમાં તેની ડિમાન્ડ થવા લાગી. આજે સ્થિતિ એવી છે કે મોટા શો-રૂમમાં તેના કૃત્રિમ સેટ પચીસ પચીસ હજાર રૂપિયા સુધી વેચાઈ રહ્યા છે.

જયારે બલ્કમાં તેની કિંમત પાંચ હજાર રૂપિયા સુધી છે. નેકલેસમાં વિશાળ નીલમણિને નજીક્થી બતાવતા તે કહે છે, તેના બનાવવામાં તૂટવાની અસર દેખાય છે. આ સ્પેશિયલ ઈફેકટ વાસ્તવિક નીલમણિમાં હોય છે અને આ જ અસર કૃત્રિમ સમૂહમાં લાવવા માટે કારીગરોએ તેને વિવિધ ભાગોમાંથી વણાટ કરીને બનાવ્યું છે. નીતા અંબાણીના આ નેકલેસની નાનાથી લઈને મોટા શહેરોમાં ખૂબ જ માંગ છે.