નાસા સૂર્યની નજીક મૌજૂદ લાખો તારાનો સર્વે કરે છે

નાસા સૂર્યની નજીક મૌજૂદ લાખો તારાનો સર્વે કરે છે
નાસા સૂર્યની નજીક મૌજૂદ લાખો તારાનો સર્વે કરે છે

અમેરિકાની અંતરિક્ષ એજન્સી ‘નાસા’ દ્વારા ટ્રાન્ઝીટ એકસપ્લોનેટ સર્વે સેટેલાઈટ (ટેસ) મારફત સૂર્યમંડળની બહાર 71000થી વધુ ગ્રહોની ઓળખ મેળવી છે તેમાંથી અત્યાર સુધીમાં 432ની પૃષ્ટિ થઈ ચૂકી છે.

નાસાએ 2018માં ‘ટેસ’ ટેકનીકને અવકાશમાં લોન્ચ કરી છે તેના દ્વારા અવકાશમાં સૂર્યની આસપાસ મૌજૂદ બે લાખ ચમકતા તારાનો સર્વે કરવામાં આવી રહ્યો છે. સ્વીટઝરલેન્ડમાં યુનિવર્સિટી ઓફ જીનીવાના મૈથ્યુ બેટલીના નેતૃત્વમાં વૈજ્ઞાનિકોની ટીમે ટ્રાન્ઝીટ સિગ્નલની ઓળખ મેળવી હતી અને ત્યારબાદ નવા ગ્રહની પૃષ્ટિ કરવામાં આવી હતી.