નવા ગ્રાહકોએ ‘X’ પર પોસ્ટ અને લાઇક્સ માટે ચૂકવણી કરવી પડશે

નવા ગ્રાહકોએ ‘X’ પર પોસ્ટ અને લાઇક્સ માટે ચૂકવણી કરવી પડશે
નવા ગ્રાહકોએ ‘X’ પર પોસ્ટ અને લાઇક્સ માટે ચૂકવણી કરવી પડશે

નકલી એકાઉન્ટ્સની વધતી સંખ્યાને રોકવા માટે સોશ્યિલ મીડિયા પ્લેટ ફોર્મ ‘X’ હવે નવા ગ્રાહકોને કંઇ પણ શેર કરવા, પોસ્ટને ‘લાઇક’ કરવા, બુકમાર્ક કરવા અને પોસ્ટનો જવાબ આપવા માટેના વિકલ્પનો ઉપયોગ કરવા માટે ચાર્જ લેશે.

કંપનીના જણાવ્યા અનુસાર ગ્રાહકો હજી પણ પ્લેટફોર્મનો મફતમાં ઉપયોગ કરી શકે છે અને તેના પર કોઇપણ અન્ય એકાઉન્ટને ‘ફોલો’ કરી શકે છે. સોમવારે પ્લેટફોર્મની વેબસાઇટ પર ‘અપગ્રેડ’ થયા બાદ માહિતી આપવામાં આવી હતી કે નવા એકાઉન્ટ્સને પોસ્ટ, લાઇક, બુકમાર્કિંગ અને રિપ્લાય કરતાં પહેલા વાર્ષિક ફી ચૂકવવી પડશે.

કંપનીએ કહ્યું કે, તેનો હેતુ સ્પામ ઇમેલ ઘટાડવાનો અને દરેકને સારો અનુભવ આપવાનો છે. જો કે, નવા ધોરણો પસંદગીના સ્થળોએ અથવા સમગ્ર વિશ્વમાં લાગુ કરવામાં આવશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી. ‘X’ના માલિક અને ઉદ્યોગપતિ એલોન મસ્કે ફોરમ પર લખ્યું,

દુર્ભાગ્યવશ નવા ગ્રાહકોને કંઇપણ લખવા માટે થોડી ફી ચૂકવવી પડશે. નકલી એકાઉન્ટસને રોકવાનો આ એક માત્ર  રસ્તો છે. પ્લેટફોર્મના આ પગલાને ઇન્ટરનેટ યુઝર્સ તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કેટલાકે ઇન્ટરનેટ અને એઆઇનો દુરુપયોગ ઘટાડવાના પગલાને સ્વીકાર્યું છે.