નરેન્દ્ર મોદી G-7 સમિટમાં વિશ્વના અનેક નેતાઓ સાથે કરશે મુલાકાત

નરેન્દ્ર મોદી G-7 સમિટમાં વિશ્વના અનેક નેતાઓ સાથે કરશે મુલાકાત
નરેન્દ્ર મોદી G-7 સમિટમાં વિશ્વના અનેક નેતાઓ સાથે કરશે મુલાકાત

G-7 સમિટની ૫૦મી આવૃત્તિમાં ભાગ લેવા માટે G-7 નેતાઓ ઇટાલીના ફાસાનોમાં ભેગા થવા લાગ્‍યા છે. આ સમિટનું આયોજન ૧૩ જૂનથી ૧૫ જૂનની વચ્‍ચે કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રિત વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી ઈટાલી પહોંચી ગયા છે. યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ અને ગાઝામાં સંઘર્ષ અંગે ચર્ચા થવાની સંભાવના રહેલી સમિટ દરમિયાન ભારત આર્ટિફિશિયલ ઈન્‍ટેલિજન્‍સ, ઊર્જા, આફ્રિકા અને ભૂમધ્‍ય ક્ષેત્ર જેવા મુદ્દાઓ પર ધ્‍યાન કેન્‍દ્રિત કરશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન અને વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી ઈટાલીમાં આયોજિત G-7 સમિટમાં દ્વિપક્ષીય બેઠક કરશે. વ્‍હાઇટ હાઉસે યુએસ રાષ્ટ્રપતિ સમિટમાં ભારતીય વડા પ્રધાનને મળવાની અપેક્ષા છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને એક પ્રેસ કોન્‍ફરન્‍સમાં જણાવ્‍યું કે, બિડેને ભ્‍પ્‍ મોદીને તેમના ત્રીજા કાર્યકાળ માટે ફોન પર અભિનંદન આપ્‍યા. ભારતે હજુ સુધી તેમની હાજરીની ઔપચારિક પુષ્ટિ કરી નથી. જો કે તેઓ મોદીને મળવા માટે આશાવાદી છે.

નરેન્દ્ર મોદી G-7 સમિટમાં વિશ્વના અનેક નેતાઓ સાથે કરશે મુલાકાત G-7

તેમણે કહ્યું કે અમને પૂરી આશા છે કે બંનેને ઈટાલીમાં એકબીજાને મળવાની તક મળશે. જયારે તેમને પૂછવામાં આવ્‍યું કે શું ખાલિસ્‍તાની સમર્થક ગુરપતવંત સિંહ પન્નુની હત્‍યાનું ષડયંત્ર રચવાના આરોપો પર ચર્ચા કરવામાં આવશે. સુલિવાને કહ્યું કે અમે આ મુદ્દે અમારા વિચારો વ્‍યક્‍ત કર્યા છે અને તે અમેરિકા અને ભારત વચ્‍ચે વાતચીતનો ચાલુ વિષય હશે.

ગયા વર્ષે સપ્‍ટેમ્‍બરમાં ભારત દ્વારા આયોજિત G-7 સમિટની પૂર્વસંધ્‍યાએ પીએમ મોદીના નિવાસસ્‍થાને રાત્રિભોજન પર દ્વિપક્ષીય વાટાઘાટો પછી આ પ્રથમ વખત છે જયારે બંને નેતાઓ મળશે. બિડેન ઉપરાંત, વડા પ્રધાન મોદી ફ્રાન્‍સના રાષ્ટ્રપતિ ઇમેન્‍યુઅલ મેક્રોન, યુકેના વડા પ્રધાન ઋષિ સુનક, જાપાનના વડા પ્રધાન ફયુમિયો કિશિદા, જર્મન ચાન્‍સેલર ઓલાફ સ્‍કોલ્‍ઝ અને ઇટાલિયન વડા પ્રધાન જયોર્જિયા મેલોની સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરશે.

નરેન્દ્ર મોદી G-7 સમિટમાં વિશ્વના અનેક નેતાઓ સાથે કરશે મુલાકાત G-7

G-7 સમિટના આઉટરીચ સત્રમાં ભાગ લઈ રહેલા પીએમ મોદી તેમના સમકક્ષ યુએસ પ્રમુખ જો બિડેન, ઈટાલીના જયોર્જિયા મેલોની અને અન્‍યો સહિત વિશ્વના અનેક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરે તેવી શક્‍યતા છે. એક નિવેદનમાં, પીએમ મોદીએ કહ્યું કે આઉટરીચ સત્રમાં વૈશ્વિક દક્ષિણ માટે મહત્‍વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે.G-7માં અમેરિકા, બ્રિટન, ફ્રાન્‍સ, ઈટાલી, જર્મની, કેનેડા અને જાપાન સામેલ છે. ઇટાલી G-7 નું વર્તમાન પ્રમુખપદ ધરાવે છે અને તે જ ક્ષમતામાં સમિટનું આયોજન કરે છે.

ઇટાલીના અપુલિયામાં બ્રિન્‍ડિસી એરપોર્ટ પર પહોંચ્‍યા પછી, વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીએ ટ્‍વિટ કર્યું હતું કે તેઓ વિશ્વના નેતાઓ સાથે ફળદાયી ચર્ચા કરવા આતુર છે. X પર પોસ્‍ટ કરતા પીએમ મોદીએ લખ્‍યું, ‘હું G-7 સમિટમાં ભાગ લેવા માટે ઈટાલી પહોંચ્‍યો છું. વિશ્વના નેતાઓ સાથે અર્થપૂર્ણ ચર્ચાની રાહ જોઈ રહ્યા છીએ. સાથે મળીને, અમે વૈશ્વિક પડકારોનો ઉકેલ લાવવા અને ઉજ્જવળ ભવિષ્‍ય માટે આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્‍સાહન આપવાનું લક્ષ્ય રાખીએ છીએ.’

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here