દેશમાં સંશોધનાત્મક પત્રકારિત્વ ગાયબ થયું છે: મુખ્ય ન્યાયમૂર્તિ

દેશમાં સંશોધનાત્મક પત્રકારિત્વ ગાયબ થયું છે: મુખ્ય ન્યાયમૂર્તિ
દેશમાં સંશોધનાત્મક પત્રકારિત્વ ગાયબ થયું છે: મુખ્ય ન્યાયમૂર્તિ

ખળભળાટ મચી જાય એવા એકપણ અન્વેષણ અહેવાલો દેખાતા નથી, વ્યક્તિ અને સંસ્થાઓની સામુહિક નિષ્ફળતાથી એન.વી.રમણાને ભારે દુ:ખ: એક જમાનો હતો કે લોકો સચ્ચાઈ જાણવા માટે અખબારો તરફ મીટ માંડીને બેસતા

દેશના મુખ્ય ન્યાયમૂર્તિ એન.વી.રમણાએ એવો અફસોસ વ્યક્ત કર્યો છે કે, દેશમાં આજે સંશોધનાત્મક પત્રકારિત્વ ગાયબ થઇ ગયું છે. આપણને બધું લીલુંછમ બતાવવામાં આવી રહ્યું છે. લાગે છે કે મીડિયાનાં ટેબલ પરથી અન્વેષક અહેવાલની પધ્ધતિ જ ખતમ થઇ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

જાણીતા પત્રકાર સુધાકર રેડીનાં એક પુસ્તકનાં વિમોચન પ્રસંગે બોલતા મુખ્ય ન્યાયમૂર્તિએ વસવસો વ્યક્ત કર્યો હતો કે દેશભરમાં ખળભળાટ મચાવી દીધો હોય એવા એક યા બે અહેવાલો મે જોયા છે. તેના સિવાય ક્યાંય આવા ઘટસ્ફોટ જોવા મળતા નથી.

સુપ્રીમ કોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ જે પત્રકાર તરીકે પણ કામ કરી ચૂક્યા છે એવા એન.વી.રમણાએ દર્શાવ્યું હતું કે, રક્ષકોની ભૂમિકા નિભાવવાની જેમની જવાબદારી છે.

એ તમામની વ્યક્તિગત અને સંસ્થાકીય સામુહિક નિષ્ફળતાઓ મીડિયાએ ઉજાગર કરવી જોઈએ. સમગ્ર પ્રક્રિયામાં જોવા મળતી ખામીઓથી લોકોને અવગત કરવાની જવાબદારી મીડિયા જ નિભાવી શકે છે.

એક જમાનો એવો હતો કે લોકો સત્ય જાણવા માટે અખબારો વચવા ધસારો કરતા હતા. તેમણે ખેદ સાથે જણાવ્યું હતું કે, આજે તો મીડિયા ક્ષેત્રમાંથી અન્વેષક પત્રકારિત્વ અથવા તો સંશોધનાત્મક અહેવાલ લેખન ગાયબ થતું જોવા મળે છે.

Read About Weather here

કમસેકમ ભારતનાં સંદર્ભમાં આ વાત લાગુ પડે છે. અગાઉ આપણે એ જોવા રહ્યા છીએ કે મોટા માથાનાં કૌભાંડો અને ગેરવર્તનનાં અહેવાલો મોટાપાયે અખબારોમાં પ્રગટ થતા હતા. જેના ગંભીર પડઘા પડતા હતા. પરંતુ તાજેતરનાં વર્ષોમાં મેં આવા એક બે આર્ટીકલ ભાગ્યે જ જોયા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here