કુછ તો ગડબડ હે…!

કુછ તો ગડબડ હે...!
કુછ તો ગડબડ હે...!
પેપરલીકમાં સંકળાયેલો વ્યક્તિ હમીરગઢનો છે. અમે પેપરલીકના પુરાવા પરમાર સાહેબને વોટ્સએપ કર્યા છે. સરકારે સામે ચાલીને ફરિયાદી બનવું જોઈએ. અમે રજૂ કરેલા તમામ પુરાવાને ક્રોસ વેરિફાઈ કરવા જોઈએ, હર્ષ સંઘવીને આ મુદ્દે દખલ કરવા અપીલ કરીએ છીએ.

Visit Saurashtra Kranti Homepage here

તેમજ માહિતી આપ્યાની ઓડિયો ફાઇલ રીલિઝ કરું છું. રાજયમાં બે દિવસ પહેલા યોજાયેલી હેડક્લાર્કની પરીક્ષામાં પ્રશ્નપત્ર ફૂટ્યા હોવાની માહિતી વચ્ચે આમ આદમી પાર્ટીના નતા યુવરાજસિંહે પેપરલીંક કૌભાડનો પર્દાફાશ કર્યો છે.

યુવરાજ સિંહે અસિત વોરાને શંકાના દાયરામાં હોવાનો આક્ષેપ કરતા ભારે ચકચાર જોવા મળી રહી છે. બીજી બાજુ બે દિવસમાં આ મામલે તપાસ પૂર્ણ કરવા માટેની ચીમકી પણ આપી છે.

આ ઘટનાને લઈ રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠક બાદ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ કહ્યું હતું કે હેડક્લાર્કની પરીક્ષા 88 હજાર ઉમેદવારે આપી હતી, પરંતુ પેપર લીક થયાની ફરિયાદ હજી સુધી અમને મળી નથી.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ જણાવ્યું હતું કે રાજયમાં યોજાયેલી હેડકલાર્કની પરીક્ષાના પેપર લીક થવા અંગેના સમાચાર સંદર્ભે મંડળને હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી.

મીડિયા દ્વારા મળેલા અહેવાલોને ધ્યાનમાં લઈને તપાસનો દોર શરૂ કરાયો છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ પોલીસ વિભાગને કડક સૂચનાઓ આપી છે અને કસૂરવારોને છોડાશે નહી.

તેમણે ઉમેર્યું હતું કે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ વિભાગને પારદર્શી તપાસ કરવા સંબંધિતોને સૂચનાઓ આપી છે. પોલીસ વિભાગ દ્વારા વિગતો મંડળને પ્રાપ્ત થશે, ત્યાર બાદ મંડળ દ્વારા FIR સહિતની આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરાશે, ત્યાં સુધી આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી પણ જાહેર કરવામાં આવશે નહીં.

તેમણે ઉમેર્યું હતું કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 12મી ડિસેમ્બરના રોજ યોજાયેલી હેડક્લાર્કની 186 જગ્યા માટે પરીક્ષા યોજાઈ હતી, જેમાં 2 લાખ 41 હજાર 400 જેટલા ઉમેદવારોએ અરજી કરી હતી.

એ પૈકી અંદાજે 88 હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષાનું 782 પરીક્ષા કેન્દ્રો પરથી સંપૂર્ણ પારદર્શી રીતે આયોજન કરાયું હતું, જેમાં પેપર લીક સંદર્ભે મંડળને હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી.

પોલીસતંત્ર દ્વારા 15થી 16 ટીમ બનાવીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન કોઇ આધારભૂત પુરાવો મળશે તો ગેરરીતિ આચરનાર તત્ત્વો સામે કડકમાં કડક પગલાં લઇ કસૂરવારોને છોડવામાં આવશે નહીં.

કોરોનાકાળ દરમિયાન પણ અત્યારસુધીમાં મંડળ દ્વારા 40 પરીક્ષાનું આયોજન કરાયું હતું, જેમાં 5 હજારથી વધુ જગ્યાઓ માટે પસંદગી પ્રક્રિયામંડળ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. મંડળ દ્વારા વિવિધ ખાતાકીય પરીક્ષાઓનું પણ સઘન આયોજન કરી પરીક્ષાઓ લેવામાં આવી છે.

Read About Weather here

તેમણે ઉમેર્યું હતું કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છેલ્લાં 7થી 8 વર્ષંમાં સંપૂર્ણ પારદર્શી રીતે 25 હજાર જેટલી જગ્યા માટે વિવિધ પરીક્ષાઓનું આયોજન કરાયું હતું, જેમાં લાખો યુવાનોએ પરીક્ષા આપી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here