દેશના વધુ 13 એરપોર્ટનું ખાનગીકરણ કરશે મોદી સરકાર

    AIRPORT-INDIA-MODI-GOVERNMENT-KHANGIKARAN
    AIRPORT-INDIA-MODI-GOVERNMENT-KHANGIKARAN

    ૨.૫ લાખ કરોડની મૂડી હાથવગી કરવા સરકાર ખાનગીકરણને માર્ગે

    ટૂંક સમયમાં કેબિનેટમાં પ્રસ્તાવ લવાશે, દિલ્હી,મુંબઈ, બેંગ્લુરુ અને હૈદરાબાદ એરપોર્ટની હિસ્સેદારી વેચાશે, સરકારે ખાનગીકરણ માટે વધુ ૧૩ એરપોર્ટની પસંદગી કરી

    Subscribe Saurashtra Kranti here.

    કેન્દ્ર સરકારે દેશના વધુ ૧૩ એરપોર્ટનું ખાનગીકરણ કરવાનો તથા દિલ્હી,મુંબઈ, બેંગ્લુરુ અને હૈદરાબાદ એરપોર્ટની બાકી બચેલી હિસ્સેદારી વેચવાનો નિર્ણય કર્યો છે.

    ગત મહિને થયેલી સચિવોની કમિટીની બેઠકને ટાંકીને ટોચના સૂત્રોએ જણાવ્યું કે પહેલેથી જ ખાનગી હાથોમાં સોંપી દેવાયેલા આ ચાર એરપોર્ટમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડીયાની બાકી બચેલી હિસ્સેદારી વેચી દેવામાં આવશે. સરકારે ખાનગી-કરણ માટે વધુ ૧૩ એરપોર્ટની પસંદગી કરી છે. ૨.૫ લાખ કરોડની મૂડી ભેગી કરવા માટે સરકારે એરપોર્ટના ખાનગીકરણનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

    નાગરિક ઉડ્ડયન મંત્રાલય દિલ્હી,મુંબઈ,બેંગ્લુરુ અને હૈદરાબાદ એરપોર્ટમાં એરપોર્ટ ઓથોરિટીની હિસ્સેદારી વેચવા કેબિનેટની મંજૂરી લેશે. ટૂંક સમયમાં કેબિનેટમાં આ મુજબનો પ્રસ્તાવ લાવવાની પણ વાત ચાલી રહી છે. આ ચાર એરપોર્ટનું સંચાલન ખાનગી સેક્ટરની સાથે જોઈન્ટ વેન્ચરમાં કરાઈ રહૃાું છે.

    સૂત્રોના જણાવ્યાનુસાર જે ૧૩ એરપોર્ટને ખાનગીકરણ માટે પસંદ કરાયા છે તેમાંથી નફાકારક અને બિન નફાકારકવાળા એરપોર્ટને સામેલ કરવામાં આવશે. ખાનગી-કરણ દરમિયાન શ્રેષ્ઠ પેકેજ આકર્ષિત કરવાનો ઉદ્દેશ છે. આપને જણાવી દઈએ કે પહેલા તબક્કામાં કેન્દ્ર સરકારે ગત વર્ષે લખનઉ, અમદાવાદ,જયપુર, મેંગ્લુરુ,તિરુવનંતુપુરમ અને ગુહવાટી એરપોર્ટનું ખાનગીકરણ કર્યું હતું.

    Read About Weather here

    સમગ્ર દેશભરમાં ૧૦૦ કરતા પણ વધારે એરપોર્ટનું સંચાલન નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળના એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડીયાના હાથમાં છે. મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં ૭૪ ટકા હિસ્સેદારી અદાણી ગ્રુપની માલિકી છે જ્યારે બાકીની ૨૬ ટકા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડીયાની છે. આવી રીતે દિલ્હી ઈન્ટરનેશનલ એપોર્ટમાં ૫૪ ટકા હિસ્સેદારી જીએમઆર ગ્રુપની અને ૨૬ ટકા હિસ્સેદારી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડીયાની છે.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here