દિલ્હી બોર્ડર પર બસંતી ચોલા દિવસે 50 હજાર મહિલાઓ ઉમટશે

શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન
શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન

મહિલા દિવસથી આંદોલનનો મોરચો સંભાળી લેતી મહિલાઓ

કિસાન આંદોલનના 103 દિવસ પૂર્ણ : ખેડૂતો અડગ અને અડીખમ

નવી દિલ્હીની બોર્ડ પર પંજાબ-હરિયાણાના કિસાનો દ્વારા ચાલી રહેલા આંદોલનના 103 પૂર્ણ થયા છે અને નવો વળાંક આવ્યો છે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર કિસાનોના આંદોલનનો મોરચો હવે મહિલાઓએ સંભાળી લીધો છે. પંજાબ અને ઉતર ભારત માટે મહત્વના બસંતી ચોલા દિવસે 50 હજાર મહિલાઓ અંદોલનના સ્થળે એકત્રિત થનાર છે. આ રીતે લાંબા સમયથી ચાલતા કિસાન આંદોલનની ધુરા મહિલાઓ સંભાળી લીધે છે.

કિસાન સંગઠનોએ કૃષિ કાયદામાં થોડા ઘણા ફેરફારો કરવાની કેન્દ્રની ઓફર ફગાવી દીધી છે અને જાહેર કરેલ છે કે, નવા કૃષિ કાયદારદ કરવા સિવાયની કોઈ ઓફર કિસાનો સ્વીકારશે નહી. આ રીતે આંદોલન અવનવા વળાંકો લઇ વધુ ઉગ્ર બની રહ્યું છે. મહિલાઓ મોટી સંખ્યામાં દિલ્હીની ટીકરી બોર્ડ પર ધસી રહી છે અને હવે સત્યાગ્રહના સ્થળે મહિલાઓ ધામા નાખશે.