દારૂની મહેફિલ માણતા રાજકોટના ત્રણ યુવાન સહિત પાંચ આરોપીઓ દબોચાયા

 દારૂની મહેફિલ માણતા રાજકોટના ત્રણ યુવાન સહિત પાંચ આરોપીઓ દબોચાયા
 દારૂની મહેફિલ માણતા રાજકોટના ત્રણ યુવાન સહિત પાંચ આરોપીઓ દબોચાયા


જેતપુરમાં દારૂની મહેફિલ માણતા રાજકોટના ત્રણ યુવાન સહિત પાંચ આરોપીઓ દબોચાયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આ શખ્સો શ્રીમંત પ્રસંગમાં એકત્ર થયા હતા અને પછી પાર્ટી કરવા બેઠા હતા. 

વિસ્તૃત વિગત મુજબ, જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે. એસ. ગરચરની રાહબર હેઠળ હેડ કોન્સ્ટેબલ રિઝવાનભાઈ સિંજાત, હિતેશભાઈ વરૂ, મીરલભાઈ ચંદ્રવાડીયા વગેરે પેટ્રોલિંગમાં હતા ત્યારે રિઝવાનભાઈ સિંજાતને બાતમી મળી હતી કે, દેરડીધાર આવાસ ક્વાર્ટરમાં અનિલભાઈ ઠાકોરના ક્વાર્ટરમાં દારૂની મહેફિલ ચાલે છે. જ્યાં દરોડો પાડી પોલીસે દારૂની મહેફિલમાં બેઠેલા જેતપુરના જીગર ઉર્ફે દુળી વિશાલ રાઠોડ (ઉ.વ.-22, રહે.વડલી ચોક, જાહેર શૌચાલય પાસે, જેતપુર) અને ભરત કિશોર ચૌહાણ (ઉ.વ.-23, રહે. ખીરસરા ગામ, ક્ધયા શાળા પાસે, તા.જેતપુર) તેમજ રાજકોટથી જેતપુર આવેલા રાજદીપ રઘુ ગુજરાતી (ઉ.વ.-23, રહે. શેરી નં.-5, કર્મચારી સોસાયટી, પુનીતનગર પાછળ, ગોંડલ ચોકડી પાસે, રાજકોટ), શ્યામ સંજયભાઈ રાયચુરા (ઉ. વ.22, રહે. શેરી નં.-2, ન્યુ ગોપાલ પાર્ક, અંકુરનગર મેઇન રોડ, ગુરૂપ્રસાદ ચોક, રાજકોટ) અને વિશ્વાસ ઘનશ્યામ પઢારીયા (ઉ.વ-23, રહે. મારૂતી પાર્ક, શેરી નં.-1, ચાલીસ ફૂટ રીંગ રોડ, રાજકોટ)ની પોલીસે ધરપકડ કરી હતી. સ્થળ પરથી દારૂની એક બોટલ, ચખના, સોડા બોટલ, પાણીની બોટલ વગેરે કબ્જે કરેલ. અને દારૂનો તેમજ પીધેલાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.