દરીયામાં જહાજની જળ સમાધી…!

દરીયામાં જહાજની જળ સમાધી…!
દરીયામાં જહાજની જળ સમાધી…!

દરીયામાંથી નૌકાદળ દ્વારા 184 લોકોનું રેસ્કયુ અન્ય 42ની શોધખોળ

મુંબઇથી 175 કિલોમીટર દુર દરીયામાં આવેલા હિરા ઓઇલ ફિલ્ડ પાસે તાઉ-તે વાવાઝોડામાં ફસાઇને એક મહાકાય બાર્જને બચાવવાની નૌકાદળની ભરચક કોશિશો છતાં આ જહાજે પ્રચંડ મોજાઓની થપાટ ખાઇને અંતે જળ સમાધી લઇ લીધી હતી. જેના કારણે 34 લોકોના ડુબી જવાથી મૃત્યુ થયાનું જાહેર થયું છે. નૌકાદળના બે જહાજો મારફત જોરદાર રેસ્કયુ કામગીરી સોમવાર રાતથી ચલાવવામાં આવી રહી હતી.

Subscribe Saurashtra Kranti here

184 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અન્ય 42ની હજી શોધખોળ ચાલી રહી છે.નૌકા દળના સુત્રોએ જણાવ્યું હતું કે, પી-305 નંબરના આ મહાકાય બાર્જ પર 261 લોકો હતા. તાઉ-તે વાવાઝોડાને કારણે દરીયો તોફાને ચડતા બાર્જ ધીમે ધીમે ડુબવા લાગ્યું હતું.

Read About Weather here

નૌકાદળના બે જહાજ મદદ માટે પહોંચી ગયા હતા. રાક્ષસી ઢબે ઉછળતા મોજાઓ વચ્ચે ભારે જહેમતથી 184 લોકોને નૌકાદળના જવાનોએ બચાવી લીધા હતા. અન્ય 42 લોકો લાપત્તા થતા એમની હજી શોધખોળ ચાલી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here