ડેવિડ વોર્નર ગુસ્સાથી લાલચોળ…!

ડેવિડ વોર્નર ગુસ્સાથી લાલચોળ…!
ડેવિડ વોર્નર ગુસ્સાથી લાલચોળ…!
મેચ દરમિયાન દિલ્હીનો સ્ટાર બેટર ડેવિડ વોર્નર ગુસ્સે દેખાયો હતો. IPL 2022માં રવિવારે દિલ્હી અને ચેન્નઈ વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં ચેન્નઈએ દિલ્હીને 91 રને હરાવ્યું હતું.તે આ મેચમાં મોટો સ્કોર ન બનાવી શક્યો અને 19 રને આઉટ થઈ ગયો, પરંતુ આઉટ થયા બાદ ડેવિડ વોર્નરનો ગુસ્સો અમ્પાયર પર નીકળ્યો કારણ કે તે આ નિર્ણયથી નાખુશ હતો.વાસ્તવમાં દિલ્હી કેપિટલ્સની ઈનિંગની પાંચમી ઓવરમાં જ્યારે ચેન્નઈનો મહીશ તિક્ષણા બોલિંગ કરી રહ્યો હતો ત્યારે ઓવરનો બીજા બોલ ડેવિડ વોર્નરના પેડ પર વાગ્યો હતો.
ડેવિડ વોર્નર ગુસ્સાથી લાલચોળ…! ડેવિડ વોર્નર

Visit Saurashtra Kranti Homepage here

અમ્પાયર નિતનિ મેનને તેને આઉટ આપ્યો અને ડિવેડ વોર્નરે રિવ્યૂ લીધો.રિવ્યુમાં જોવા મળ્યું કે બોલ ઓફ સ્ટમ્પથી સહેજ ઉપર હતો, તેવામાં તેને અમ્પાયર્સ કોલ ગણવામાં આવ્યો, આ સ્થિતિમાં ફીલ્ડ અમ્પાયરે તેને આઉટ આપ્યો હતો તો થર્ડ અમ્પાયરનો નિર્ણય પણ આઉટ રહ્યો. ડેવિડ વોર્નર આ કારણે અકળાઈ ગયો.તે આઉટ થઈને પેવેલિયન તરફ જઈ રહ્યો હતો ત્યારે અમ્પાયરે નિતિન મેનને રોષથી જ જોઈ રહ્યો દેખાયો અને પછી તેમને કઈંક કહ્યું પણ ખરી. વોર્નરના આ વર્તનથી તેના પર એક્શન પણ લેવાઈ શકે છે. પરિણામ એ આવ્યું કે દિલ્હીનો કોઈ બેટર CSKના બોલરોનો સામનો ન કરી શક્યો અને ફક્ત 117 રને આખી ટીમ સમેટાઈ ગઈ અને CSKએ DCને 91 રને હરાવ્યું.

Read About Weather here

આ દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલા કેવિન પિટરસને પણ ડેવિડ વોર્નરનો આ વ્યવહાર બિલકુલ ન ગમ્યો અને કહ્યું અમ્પાયર હંમેશા દબાણમાં હોય છે, તેવામા તેમની સાથે આવો વ્યવહાર ન કરવો જોઈએ.ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા દિલ્હીને 209નો ટાર્ગેટ આપ્યો હતો, લોકોને આશા હતી કે ડેવિડ વોર્નર મોટી ઈનિંગ રમશે પણ તે સસ્તામાં આઉટ થઈ ગયો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here