ટીવી અને ફિલ્મના પ્રખ્યાત અભિનેતાએ દુનિયાને કહી અલવિદા..!

ટીવી અને ફિલ્મના પ્રખ્યાત અભિનેતાએ દુનિયાને કહી અલવિદા..!
ટીવી અને ફિલ્મના પ્રખ્યાત અભિનેતાએ દુનિયાને કહી અલવિદા..!

ઈન્ટરનેશનલ ફિલ્મથી અનુપમ શ્યામ ઓઝાએ ડેબ્યુ કર્યુ હતું, પરંતુ એક ટીવી સીરિયલે તેમને ફેમસ બનાવ્યા, આજે પણ ઠાકુર સજ્જન સિંહના નામથી ઓળખાય છે.

ટીવી અને ફિલ્મ અભિનેતા અનુપમ શ્યામ ઓઝા હવે દુનિયામાં નથી રહ્યા. 63 વર્ષની ઉંમરે મલ્ટીપલ ઓર્ગન ફેલિયરને કારણે અનુપમનું અવસાન થયું. મન કી આવાઝ પ્રતિજ્ઞા સીરિયલમાં ઠાકુર સજ્જન સિંહનું પાત્ર ભજવ્યુ હતું

ટીવી પર ઠાકુર સજ્જન સિંહના નામથી પ્રખ્યાત અભિનેતા અનુપમ શ્યામ ઓઝા હવે આ દુનિયામાં નથી રહ્યા. રવિવારે 64 વર્ષની ઉંમરે મલ્ટીપલ ઓર્ગન ફેલિયરને કારણે તેમનું અવસાન થયું. તેમણે મુંબઈની લાઈફલાઈન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

ટીવી અને ફિલ્મના પ્રખ્યાત અભિનેતાએ દુનિયાને કહી અલવિદા..! ટીવી

Visit Saurashtra Kranti Homepage here

  • અનુપમ શ્યામનું જીવનકાળ અને ફિલ્મી સફર

અનુપમ શ્યામનો જન્મ 20 સપ્ટેમ્બર 1957ના રોજ ઉત્તરપ્રદેશના પ્રતાપગઢમાં થયો હતો. અનુપમ શ્યામનો સમાવેશ તે અભિનેતાઓની યાદીમાં થાય છે જેમણે થિએટરની દુનિયામાંથી ફિલ્મમાં પ્રવેશ કર્યો અને યોગ્ય તક મળવા પર પોતાની અભિનય કળાથી તમામ લોકોના દિલ જીતી લીધા.

અનુપમ શ્યામે પ્રતાપગઢમાં જ પ્રાથમિક અભ્યાસ કર્યો. ત્યારપછી અવધ યુનિવર્સિટીથી કોલેજનો અભ્યાસ કર્યો અને લખનઉના ભારતેન્દુ નાટ્ય એકેડમીથી થિએટરનો અભ્યાસ કર્યો. ત્યારપછી તેઓ દિલ્હીના શ્રીરામ સેન્ટર રંગમંડળમાં કામ કરવા લાગ્યા. થિએટર દરમિયાન જ તેમને એક આંતર્રાષ્ટ્રીય ફિલ્મમાં કામ કરવાની તક મળી હતી. આ ફિલ્મનું નામ હતું લિટલ બુદ્ધા, જેને તેમની ડેબ્યુ ફિલ્મ કહેવામાં આવે છે.

  • મોટાભાગે વિલનનો જ રોલ

ત્યારપછી અનુપમે શેખર કપૂરની બેન્ડિંગ ક્વિન ફિલ્મ સાઈન કરી. આ ફિલ્મમાં તેમનો લુક ઘણો અલગ હતો, જેના કારણકે તેમને મોટાભાગે વિલનનો જ રોલ મળતો હતો. તેમણે અનેક ફિલ્મોમાં કામ કર્યું. અનુપમ શ્યામને ફિલ્મોમાં મોટાભાગે નેગેટિવ રોલ જ મળ્યા છે. તેમણે કેટલીક ઇન્ટરનેશનલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

ટીવી અને ફિલ્મના પ્રખ્યાત અભિનેતાએ દુનિયાને કહી અલવિદા..! ટીવી

જેમાં ધ લિટલ બુદ્ધા અને ઓસ્કાર વિનિંગ ફિલ્મ સ્લમડોગ મિલેનિયર સામેલ છે. આ ફિલ્મમાં અનુપમે ભીખ માગવા બાળકોને આંધળા બનાવે તેવું પાત્ર ભજવ્યું હતું. તેઓ શેખર કપૂરની ફિલ્મ બૈન્ડિટ ક્વીનનો પણ મહત્વનો ભાગ રહ્યા હતા. આ સિવાય ધ વોરિયર અને થ્રેડ ફિલ્મોમાં પણ તેમણે કામ કર્યું હતું.

Read About Weather here

  • હિન્દી ફિલ્મોમાં કામ

હિન્દી ફિલ્મોમાં શક્તિ, હલ્લાબોલ, રક્તચરિત, પરજાનિયા, દાસ કેપિટલ, પાન સિંહ તોમર, હજાર ચોરાસી કી મા, દુશ્મન, સત્યા, દિલ સે, કચ્ચે ધાગે, તક્ષક, બવંડર, નાયક, કસૂર, લગાન અને લજ્જા બહુચર્ચિત રહી હતી

સત્યા, પ્યાર તો હોના હી થા, લગાન, ગોલમાલ, ધોખા, રાજ, સ્લમડૉગ મિલેનિયર, વોન્ટેડ, મુન્ના માઈકલ વગેરે ફિલ્મોમાં અનુપમ જોવા મળ્યા. તેમણે અનેક ફિલ્મોમાં કામ કર્યું પણ તેમને ઓળખ મળી 2009માં ટીવી ટેલિકાસ્ટ થયેલી સીરિયલ મન કી આવાઝ પ્રતિજ્ઞામાં કામ કર્યા પછી તેઓ પ્રખ્યાત બન્યા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here