જીત બાદ મંચ પર દોડીને આવી બોલ્યા બાઇડેન-હું તોડનારો નહીં જોડનારો રાષ્ટ્રપતિ બનીશ

અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે પસંદ થયેલા ૭૭ વર્ષના જો બાઈડેનએ રાત્રે જીત પછી એક જનસભાને સંબોધિત કરી હતી. તેઓ દોડતા-દોડતા મંચ સુધી પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ તેમના પર વયોવૃદ્ધનો આરોપ લગાવ્યો હતો. બાઈડને કહૃાું કે રાષ્ટ્રપતિ તરીકે હું આ દેશને વહેંચવાની જગ્યાએ એકજૂથ કરીશ. ૨૦ જાન્યુઆરીએ શપથ લીધા બાદ બાઈડન અમેરિકાના ૪૬માં રાષ્ટ્રપતિ હશે. અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર જો બાઈડને શનિવારે રિપબ્લીકન પાર્ટીના પોતાના હરિફ ડોનાલ્ડ ટ્રમ્પને હરાવ્યા હતા. તેમણે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં તેમને ભારે હાર ચખાડી છે.

ત્યારબાદ અમેરિકાને સંબોધન કરતા જો બાઈડેને કહૃાું કે હું વચન આપું છું કે, હું તોડનારો નહીં પણ જોડનારો રાષ્ટ્રપતિ બનીશ. જો બાઈડેને ચૂંટણીમાં ડેમોક્રેટ અને રિપબ્લિકનના લાલ અને બ્લૂ રંગમાં રંગાયેલા અમેરિકાના નક્શા પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહૃાું કે હું એવો રાષ્ટ્રપતિ બનીશ જે લાલ અને બ્લૂ રંગમાં રંગાયેલા અમેરિકન પ્રાંતોને નથી જોતા ફક્ત અમેરિકાને જુએ છે. અમેરિકમાં પસંદગી પામેલા રાષ્ટ્રપતિ જો બાઈડેને કહૃાું કે આ દેશની જનતાએ અમે સ્પષ્ટ જીત આપી છે. અમે અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સૌથી વધારે મતથી જીત્યા છીએ. જો બાઈડેને પોતાના સંબોધનમાં પોતાના પ્રતિસ્પર્ધી ડોનાલ્ડ ટ્રમ્પનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહૃાું કે તમારા માંથી જે લોકોએ ટ્રમ્પને વોટ આપ્યા છે તેમની નિરાશા હું સમજુ છું.

આવો આપણે એક બીજાને એક તક આપીએ. આ જ એ સમય છે કે આપણે આકરા ભાષણ અથવા વાકપટુતાને અલગ રાખીએ. તમારી વચ્ચેની નિરાશા ઓછી થાય. આપણે એક બીજાને ફરીથી મળીએ અને સાંભળીએ. આ પહેલા જો બાઇડને એક ટ્વીટ પણ કર્યું હતું. તેમાં તેઓએ લખ્યું હતું કે, અમેરિકા, હું ગૌરવ અનુભવું છું કે આપે મને આ મહાન દેશનું નેતૃત્વ કરવા માટે પસંદ કર્યો. આપણું આગામી કામ કઠિન હશે, પરંતુ આપને વાયદો કરું છું કે હું તમામ અમેરિકોનો રાષ્ટ્રપ્રમુખ બનીશ- ભલે તમે મને વોટ આપ્યો છે કે નહીં. આપે મારા પ્રત્યે જે વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે તેની પર હું કાયમ રહીશ.