જાહેરમાં ફેંકી દેવાતા માસ્ક બની રહૃાા છે ’ટાઈમ બોમ્બ’ (14)

    AAM-ADAMI-PARTY
    AAM-ADAMI-PARTY

    Subscribe Saurashtra Kranti here.

    દર મિનીટે લોકો ૨૮ લાખથી વધુ માસ્ક ઉપયોગ કરી જાહેરમાં ફેંકી દે છે

    કોરોનાકાળમાં માસ્કએ આપણી સુરક્ષા કરી છે પરંતુ ઉપયોગ કરી જાહેરમાં ફેંકી દેવામાં આવેલા માસ્ક ટાઈમ બોમ્બ બની રહૃાા છે. પર્યાવરણ વૈજ્ઞાનિકોનું માનીએ તો દૃુનિયામાં દર મિનીટે લોકો ૨૮ લાખથી વધુ માસ્ક ઉપયોગ કરી જાહેરમાં ફેંકી દે છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે માસ્કનું રીસાયકલીંગ ન થવાથી દૃુનિયામાં લાખો ટન પ્લાસ્ટિકનો કચરો જમા થઈ રહૃાો છે જેનાથી અનેક પ્રકારની સમસ્યા ઉભી થઈ શકે છે.

    જર્નલ ફ્રન્ટયર્સ ઓફ એન્વાયર્નમેન્ટલ સાયન્સ એન્ડ એન્જીનીયરીંગમાં પ્રકાશિત એક સંશોધનમાં આ બાબતે ચિંતા વ્યકત કરવામાં આવી છે. વૈજ્ઞાનિકોએ કહૃાુ છે કે ઉપયોગ બાદ માસ્કનો યોગ્ય રીતે નષ્ટ નહિ કરવાથી તે પ્લાસ્ટિકનો ખતરો બની રહૃાો છે. અભ્યાસ અનુસાર દર મહિને સમગ્ર વિશ્ર્વના લોકો ૨૯૦૦૦ કરોડ માસ્કનો ઉપયોગ કરે છે એટલે કે સરેરાશ લોકો ૨૮ લાખથી વધુ માસ્કનો ઉપયોગ કરે છે.

    વૈજ્ઞાનિકોએ કહૃાુ છે કે માસ્કમાં ઉપયોગમાં લેવાતી પોલીપ્રોપલીન નામનુ પ્લાસ્ટિક કોઈ અન્ય પ્લાસ્ટિકની બેગ કે બોટલના મુકાબલે રીસાયકલ થવામા વધુ સમય લે છે. ડેન્માર્કના વૈજ્ઞાનિક ડો. એલ્વીસ જમ્બોએ કહૃાુ છે કે નષ્ટ થઈ શકતા માસ્ક ઉપયોગ બાદ પણ વિવિધ નાના નાના પ્લાસ્ટિકના સ્વરૂપમાં રહી જાય છે. જેને નષ્ટ થવામાં વર્ષોનો સમય લાગે છે. પ્લાસ્ટિકની બેગ કે બોટલનો ૨૫ ટકા હિસ્સો રીસાયકલ કરી શકાય છે પરંતુ માસ્ક અંગે કોઈ તૈયારી નથી. એવામાં આ નેનોપ્લાસ્ટિક આપણા દરીયા માટે મોટો ખતરો બની શકે છે.

    Read About Weather here

    તેમણે કહૃાુ છે કે પ્લાસ્ટિકથી બનેલ માસ્ક કે એક વખત ઉપયોગમા લીધેલા માસ્કને કારણે સરકારોને કપડાથી બનેલા ત્રણ લેયર માસ્કને પ્રોત્સાહન આપવુ જોઈએ. કપડાથી બનેલા માસ્ક ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે. સાથોસાથ માસ્ક નષ્ટ કરવા અંગે દિશાનિર્દેશ બનાવવો જોઈએ.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here