જામનગરમાં વઢવાણનો શખ્‍સ ૫૯૦ ગ્રામ ગાંજા સાથે ઝડપાયો

જામનગરમાં વઢવાણનો શખ્‍સ ૫૯૦ ગ્રામ ગાંજા સાથે ઝડપાયો
જામનગરમાં વઢવાણનો શખ્‍સ ૫૯૦ ગ્રામ ગાંજા સાથે ઝડપાયો

જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા જામનગર જીલ્લામાં નશીલા પદાર્થના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે અભિયાન શરૂ કરેલ જે અનુસંધાને એસ.ઓ.જી. સ્‍ટાફના માણસો જામનગર શહેર વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં રહેલ હતા.

દરમ્‍યાન બાતમી મળેલ કે મુબારક અબુભાઈ બાવળીયા રહે વઢવાણ વાળો વાદળી કલરના સોલ્‍ડર બેગમાં ગાંજો લઈને જામનગર આવવાનો છે અને વિક્‍ટોરીયા પુલ ખાતે ઉતરવાનો છે જેથી વોચમા રહી ગાંજો ૫૦૦ ગ્રામ કી.રૂ.૫,૦૦૦/ તથા અન્‍ય મુદામાલ મળી કુલ કી.૧૫,રપ૦/ સાથે પકડેલ છે.

આ કાર્યવાહી એસ.ઓ.જી. પોલીસ ઈન્‍સપેકટર બી.એન.ચૌધરી તથા પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર એલ.એમ.ઝેર તથા એસ.ઓ.જી. સ્‍ટાફ દ્વારા કરવામાં આવેલ છે.