જામનગરમાં ઘરફોડી અંગે પોલીસ મધ્‍યપ્રદેશથી આરોપીને લાવી

જામનગરમાં ઘરફોડી અંગે પોલીસ મધ્‍યપ્રદેશથી આરોપીને લાવી
જામનગરમાં ઘરફોડી અંગે પોલીસ મધ્‍યપ્રદેશથી આરોપીને લાવી

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ૧૦: જામનગર શહેરમાં રાત્રીના સમયે બંધ મકાનમાં ચોરી કરનાર આરોપીને એમપી ખાતેથી પકડી લેવાયો છે.

એમપી ખાતે પોલીસ સબ ઇન્‍સ. આર.કે.કરમટા તથા પોલીસ કોન્‍સ. ધનાભાઇ મોરી તથા વનરાજભાઇ મકવાણા તથા ક્રિપાલસિંહ જાડેજા તથા અરજણભાઇ કોડીયાતર તથા ધર્મેન્‍દ્રસિંહ જાડેજા તથા પોલીસ કોન્‍સ. કિશોરભાઇ રવજીભાઇ પરમાર તથા ડ્રાઇવર પો.કોન્‍સ. બીજલ બાલાસરા નાઓએ જઇ તપાસ કરતા મજકુર લાલુસીંગ સ/ઓ ઇન્‍દરસિંહ પુલસીંગ મંડોલઇ રાતે આદિવાસી ઉ.વ.ર૩ ધંધો ખેતમજુરી રહે. જાઇ ગામ તા.કુકકસી થાના ટાંડા જીલ્લો ધાર મધ્‍યપ્રદેશવાળો મળી આવેલ.

મજકુર ઇસમ પાસેથી ગુન્‍હામાં ગયેલ મુદામાલ રૂા. ૩ર૦૦ તથા મોબાઇલ ફોન કિ. રૂા. પ૦૦૦ મળી કુલ કિ. રૂા. ૮ર૦૦નો મુદામાલ કબજે કરેલ છે અને મજકુર આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી સીટી સી ડીવી પો.સ્‍ટે.ને સોંપી આપવા તજવીજ કરેલ છે. આ ગુન્‍હામાં મજકુર આરોપી સાથે સંડોવાયેલ અન્‍ય આરોપી (૧) અનિલ ગુમાનભાઇ મકવાણા જાતે ભીલ રહે. જાઇ ગામ તા.કુકશી થાના ટાંડા જી.ધાર એમપી (ર) રાજુ સુમાલસિંગ પંચાલ જાતે ભીલ રહે. ઘોટીયા દેવગામ તા.કુકશી થાના બાગ જી.ધાર એમપી (૩) દિપક સુમાલસિંગ પંચાલ જાતે ભીલ રહે. ઘોટીયાદેવ ગામ તા.કુકશી થાનાબાગ જી.ધાર એમપી (૪) પ્રભુ રહે. ઘોટીયાદેવ તા.કુકશી થાના બાગ જી.ધાર એમપી (પ) એક અજાણ્‍યો ઇસમને પકડવાની કાર્યવાહી ચાલુ છે.

આ કાર્યવાહી પો.ઇન્‍સ. વી.એમ. લગારીયા માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. શ્રી આર.કે.કરમટા તથા પો.સ. ઇ. પી.એન.મોરી તથા એલસીબી સ્‍ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, દીલીપભાઇ તલવાડીયા, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, હિતેન્‍દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમભાઇ બ્‍લોચ તથા કિશોરભાઇ પરમાર, હરદીપભાઇ બારડ, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્‍પેશભાઇ મૈયડ, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધર્મેન્‍દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.