જાપાનમાં વાવાઝોડાનો ખતરો

જાપાનમાં 2 વાવાઝોડાનો ખતરો
જાપાનમાં 2 વાવાઝોડાનો ખતરો

વાવાઝોડા એક પછી એક દરેકમાં આવતા દસ્તખ આપતા જાય છે. ભારતમાં થોડા સામે પહેલા ‘તાઉ-તે’  વાવાઝોડાએ ધૂમ મચાવી હતી . દરિયાઈ વિસ્તારો અને તેનાથી આગળના કેટલાક કિલોમીટર માં આવેલા વિસ્તારો તહેસ-નહેસ કરી નાખ્યા હતા. ઘણા માછીમારોનું સ્થળાતર કારી ને સુરક્ષિત જગ્યા પર આશરો આપવામાં આપ્યો હતો.

તાઉ-તે વાવાઝોડા હજી શાંત ન હતું થયું ત્યાં ‘યાસ’ વાવાઝોડાએ પધરામણી કરી ભારે વરસાદ, ખૂબ તેજી થી આવતા પવન ના કારણે લોકો નિર્ધાર બન્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

થોડા જ દિવસો પહેલા અમેરિકા ના એક શહેરમાં વાવાઝોડાએ દસ્તખ આપી હતી. આખું શહેર પાણી તરતુ બની ગયું હતું. આમ જ જાપાનમાં પણ ટોક્યો ઓલિમ્પિક પૂરા થાય બાદ 2 વાવાઝોડાનો ખતરો મંડરાય છે. આ માટે અગાઉથી જાપાને લોકોને સુરક્ષા માટે આગમચેતી તૈયારી કરી લીધી છે.

જાપાનમાં વાવાઝોડાનો ખતરો જાપાન
મિરિને વાવાઝોડાની સેટેલાઈટ ઈમેજ.

જાપનના અલગ-અલગ સમુદ્રી ક્ષેત્રમાં બે વાવાઝોડાએ ખતરો વધારી દીધો છે. પ્રથમ વાવાઝોડાનું નામ મિરિને છે, જ્યારે બીજાનું નામ લ્યુપિટ છે. મિરિનેની અસર પૂર્વી ભાગમાં જ્યારે લ્યુપિટની અસર દક્ષિણ-પશ્ચિમ ભાગ પર પડે તેવી શક્યતા છે. વાવાઝોડાના ખતરાના પગલે જાપાને 3 લાખ લોકોને સ્થળાતર કરવાનો આદેશ આપ્યો છે. લ્યુપિટના કારણે 91 ફ્લાઈટ્સને રદ કરવામાં આવી છે.

જાપાનનું મોસમ વિભાગ કેન્દ્ર સરકાર અને ઈમરજન્સ સર્વિસસની સાથે સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. રવિવારે આપવામાં આવેલા એક નિવેદન મુજબ, આ વાવાઝોડાની ગતિ હાલ 25 કિલોમીટર પ્રતિ કલાક છે. એમ કહેવાઈ રહ્યું છે કે દેશના પૂર્વી ભાગ પર તેની વધુ અસર થાય તેવી શકયતા છે.

મોસમ વિભાગના જણાવ્યા મુજબ, આ વાવાઝોડાના કારણે ઝડપી પવનો ફૂંકાઈ શકે છે. ચીબામાં તેની ગતિ 86 કિલોમીટર પ્રતિ કલાકથી 126 કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે. વાવાઝોડાના પગલે કેટલીક જગ્યાઓ પર લેન્ડસ્લાઈડ્સ અને પુરનો પણ ખતરો છે. આ સિવાય તટીય વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. સરકારે આ સ્થિતિનો સામનો કરી શકાય તે માટે તકેદારીના તમામ પગલા ઉઠાવ્યા છે.

Read About Weather here

મોસમ વિભાગનું કહેવું છે કે તે સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટના સતત સંપર્કમાં છે અને કદાચ કેટલીક ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને પણ રદ કરવામાં આવે. જોકે રવિવારે બપોર સુધીમાં કોઈપણ ફ્લાઈટ્સને રદ કરવામાં આવી નહોતી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here