ચોમાસુ જામ્યું હો…ગુજરાતનાં 102-તાલુકામાં છેલ્લા 24 કલાક દરમ્યાન 0॥ થી 4.5 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો …

સૌરાષ્ટ્ર-ગુજરાતનાં 102-તાલુકામાં છેલ્લા 24 કલાક દરમ્યાન 0॥ થી 4.5 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.સૌથી વધુ ખેડાનાં માતરમાં 4.5 ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો. તથા પંચમહાલનાં કલોલમાં-4, સુરેન્દ્રનગરનાં ચુડામાં 3.5 ઈંચ, ખેડાનાં મહેમદાબાદમાં 3.5, અમદાવાદનાં ધંધુકામાં પોણા ત્રણ ઈંચ, વરસાદ નોંધાયો હતો.

ચોમાસુ જામ્યું હો…ગુજરાતનાં 102-તાલુકામાં છેલ્લા 24 કલાક દરમ્યાન 0॥ થી 4.5 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો … તાલુકા

જયારે જામનગરનાં લાલપૂરમાં પણ અઢી ઈંચ જેટલો વરસાદ પડયો હતો.આ ઉપરાંત ગાંધીનગરનાં માણસા, સુરતનાં ઓલપાડ અને ખેડામાં 2 ઈંચ, તાપીનાં વાલોદ,દ્વારકાના કલ્યાણપૂરમાં પણ બે-બે ઈંચ વરસાદ નોંધાયો હતો.ડાંગના વધઈ તથા તાપીના વ્યારાનાં દોઢ ઈંચ, કચ્છનાં નખત્રાણા અને વલસાડમાં પણ દોઢ ઈંચ, દ્વારકાના ભાણવડમાં દોઢ ઈંચ, સુરેન્દ્રનગરનાં ચોટીલામાં સવા ઈંચ, બોટાદમાં પણ સવા ઈંચ, રાણપૂરમાં 1 અને કચ્છનાં અંજારમાં 1 ઈંચ સુરેન્દ્રનગરનાં લિંબડીમાં પોણો, ભાવનગરનાં ઉમરાળા, જામનગર તથા સુરેન્દ્રનગરનાં મૂળીમાં 0.5 -0.5 ઈંચ વરસાદ નોંધાવા પામ્યો હતો.

ચોમાસુ જામ્યું હો…ગુજરાતનાં 102-તાલુકામાં છેલ્લા 24 કલાક દરમ્યાન 0॥ થી 4.5 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો … તાલુકા

દરમ્યાન સૌરાષ્ટ્ર માંથી મળતા અહેવાલો મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસના મેઘરાજાના મુકામ વચ્ચે ગઈકાલે સૌથી વધુ કલ્યાણપુર તાલુકામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે અન્યત્ર ઝાપટા વરસ્યા હતા.સૂત્રો દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ ગઈકાલે સોમવારે બપોર સુધીમાં કલ્યાણપુર તાલુકામાં 42 મી.મી. વરસાદ વરસ્યો હતો. ત્યારે ભાણવડમાં 5 અને ખંભાળિયામાં 3 મી.મી. વરસાદ નોંધાયો છે.ગઈકાલે ખંભાળિયા પંથકમાં દિવસ દરમિયાન વરાપ રહ્યો હતો અને સૂર્યનારાયણના દર્શન થતા વાતાવરણ ચોખ્ખું બની રહ્યું હતું. જોકે ગઈકાલે તેમજ આજે પણ બફારા ભર્યા માહોલ સાથે આજે સવારથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું.

ચોમાસુ જામ્યું હો…ગુજરાતનાં 102-તાલુકામાં છેલ્લા 24 કલાક દરમ્યાન 0॥ થી 4.5 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો … તાલુકા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજરોજ સવારે 8 વાગ્યા સુધીમાં ખંભાળિયા તાલુકામાં 336 મી.મી., ભાણવડ તાલુકામાં 103, કલ્યાણપુર તાલુકામાં 53 અને દ્વારકા તાલુકામાં 39 મી.મી. સાથે મોસમનો કુલ સરેરાશ વરસાદ 17.27 ટકા નોંધાયો છે.જયારે ગોહિલવાડ પંથકમાં છૂટાછવાયા ઝાપટા થી લઈ અડધા થી એક ઇંચ વરસાદ પડ્યો છે. જિલ્લાના વલભીપુરમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે .જ્યારે ઉમરાળા અને સિહોરમાં અડધા ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે જિલ્લાના અન્ય તાલુકામાં હળવા ઝાપટા વરસી ગયા છે.

ચોમાસુ જામ્યું હો…ગુજરાતનાં 102-તાલુકામાં છેલ્લા 24 કલાક દરમ્યાન 0॥ થી 4.5 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો … તાલુકા

આજે સવારે 6 વાગે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન ભાવનગર જિલ્લાના વલભીપુરમાં 23મી.મી. ઉમરાળામાં 16 મી.મી. ભાવનગર શહેરમાં 6 મી.મી. ઘોઘામાં 10 મી.મી.શિહોરમાં 12 મી.મી.ગારીયાધાર માં 6મી.મી. પાલીતાણા 5મી.મી. તળાજા 6 મી.મી.મહુવા 0 અને જેસરમાં 2 મી.મી.વરસાદ નોંધાયો છે.જામનગર માં માત્ર એક ઇંચ વરસાદ નોંધાયા પછી વરસાદે વિરામ લીધો હતો.

ચોમાસુ જામ્યું હો…ગુજરાતનાં 102-તાલુકામાં છેલ્લા 24 કલાક દરમ્યાન 0॥ થી 4.5 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો … તાલુકા

તો થયેલા વરસાદના લીધે મહતપ તાપમાનમાં સીધો પાંચ ડિગ્રીના ઘટાડા સાથે 32 ડિગ્રી પહોંચી ગયું હતું.જ્યારે લઘુતમ તાપમાનમાં ચાર ડિગ્રીના વધારા સાથે પારો 29 ડિગ્રી રહ્યો હતો. જામનગરમાં મેઘરાજાએ અમી છાંટણા કર્યા હોવા છતાં ગરમી ઓછી થવાનું નામ લેતી નથી.શહેરમાં મોડી સાંજે વરસાદી વાતાવરણ તો જામ્યું છે.

ચોમાસુ જામ્યું હો…ગુજરાતનાં 102-તાલુકામાં છેલ્લા 24 કલાક દરમ્યાન 0॥ થી 4.5 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો … તાલુકા

જો રાત સુધીમાં વરસાદ થાય તો ગરમીમાંથી લોકોને છૂટકારો થાય તેવી આશા બંધાણી હતી.ઘણા સમયથી ગરમી અનુભવતા લોકોએ વધુ ગરમીનો સામનો કરવાનોવારો આવ્યો હતો.આકાશમાં વરસાદી વાદળો જોવા મળતા વરસાદ વરસી પડશે તેવી આશા બંધાતા અને ગરમીમાં રાહત મળે તેની ચાતક નજરે રાહ જોવાઇ રહી છે.જામનગર શહેરમાં આજે મહતમ તાપમાનનો પારો 33ડિગ્રી નોંધાયો હતો.ત્યારે લઘુતમ તાપમાન 29 ડિગ્રી રહ્યું હતું.જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 95 ટકા છે.તો પવનની ગતિ પ્રતિકલાક 7.7 કિમિ નોંધાઇ છે. છેલ્લા 24 કલાકમાં વરસાદી વાતાવરણના લીધે મહતમ તાપમાનમાં પાંચ ડિગ્રીનો ધટાડો નોંધાયો હતો.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here