ચોમાસામાં દેશના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ સર્જાશે

ચોમાસામાં દેશના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ સર્જાશે
ચોમાસામાં દેશના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ સર્જાશે

દેશમાં આગામી ચોમાસુ સામાન્ય અને સરેરાશથી વધુ વરસાદ પડવાની શકયતા હવામાન વિભાગે દર્શાવી છે તે સમયે નૈઋત્યના ચોમાસા સમયે દેશના અનેક વિસ્તારોમાં ભારે પૂરની શકયતા પણ દર્શાવાઇ રહી છે. 

હવામાન ખાતાના  ડિરેકટર મૃત્યુંજય મોહાપાત્રાએ જણાવ્યું કે ર0ર4નું ચોમાસુ સામાન્યથી વધુ હશે અને લા-નીનોની પૂરેપૂરી અસર ભારતીય ચોમાસા પર જશે ખાસ કરીને દેશના હિમાચલ અને ઉતરાખંડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શકયતા દર્શાવાઇ છે જેના કારણે આ રાજયોમાં અગાઉથી ભારે વરસાદના કારણે ગત વર્ષે જે રીતે વ્યાપક ખાનાખરાબી સર્જાઇ હતી તેવી શકયતા ફરી આ વર્ષે થઇ શકે છે. 

તેઓએ જણાવ્યું કે, દેશના પૂર્વ અને ઉત્તર પૂર્વ ભાગમાં વરસાદી ખાધ પડી શકે છે. જેમાં ઓડિસા અને તેની સાથે જોડાયેલા પશ્ર્ચિમ બંગાળના વિસ્તારો અને ઝારખંડમાં ઓછા વરસાદની શકયતા છે અને છત્તીસગઢમાં પણ સામાન્યથી ઓછો વરસાદ પડશે. તેઓએ જણાવ્યું કે આ અંગે સરકારને પણ વિસ્તૃત અહેવાલ આપી દેવાયો છે.