ઘરના ભાવ વધશે…!?

ઘરના ભાવ વધશે...!?
ઘરના ભાવ વધશે...!?
છેલ્લાં બે વર્ષથી બાંધકામમાં વપરાતું મટીરિયલ સ્‍ટીલ, સિમેન્‍ટ, ઇંટો, રેતી વગેરેની કિંમતોમાં ૨૦થી ૨૫ ટકાનો વધારો થયો છે. છેલ્લા બે મહિનામાં બાંધકામમાં વપરાતા મટીરિયલના ભાવમાં ધરખમ વધારો થયો હતો. તેના કારણે બાંધકામના ખર્ચમાં પણ પ્રતિ ફૂટે ૨૫૦થી ૩૦૦ રૂપિયાનો વધારો થયો છે, જેથી ઘરની કિંમતમાં વધારો થઇ શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

તેના લીધે સામાન્‍ય વર્ગના લોકોને ઘર ખરીદવામાં મુશ્‍કેલી ઊભી થઇ શકે છે. બે મહિના પહેલાં સિમેન્‍ટની એક બેગની કિંમત ૨૮૦ રૂપિયા હતી જે વધીને ૩૪૦ રૂપિયા સુધી પહોંચી ગઇ છે. સિમેન્‍ટ કંપનીઓ કારટેલ કરીને સિમેન્‍ટના ભાવમાં સતત વધારો કરી રહ્યા છે એવો આક્ષેપ બિલ્‍ડરોએ લગાવ્‍યો હતો.

Read About Weather here

સ્‍ટીલની કિંમતોમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. બે વર્ષ પહેલાં સ્‍ટીલનો ભાવ ૪૦ રૂપિયા પ્રતિ કિલો હતો જે વધીને દિવાળી દરમિયાન ૬૦ રૂપિયા પ્રતિ કિલો હતો. હાલમાં તેનો ભાવ ૬૮ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે.પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો થવાના કારણે પરિવહનના ખર્ચમાં વધારો થયો છે. તેથી પણ મટીરિયલની કિંમતોમાં વધારો થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here