ગૌતમ અદાણીના ૬૨મા જન્મદિવસે દેશવ્યાપી મેગા રક્તદાન અભિયાન

ગૌતમ અદાણીના ૬૨મા જન્મદિવસે દેશવ્યાપી મેગા રક્તદાન અભિયાન
ગૌતમ અદાણીના ૬૨મા જન્મદિવસે દેશવ્યાપી મેગા રક્તદાન અભિયાન

અદાણી ફાઉન્ડેશ દ્વારા અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીના 62મા જન્મદિવસ નિમિત્તે સમગ્ર ભારતમાં મેગા રક્તદાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. 24 જૂનના રોજ દેશના 21 રાજ્યોના 152 શહેરોમાં આ મહાભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

ગૌતમ અદાણીના ૬૨મા જન્મદિવસે દેશવ્યાપી મેગા રક્તદાન અભિયાન ગૌતમ અદાણી

અદાણી હેલ્થકેર ટીમના માર્ગદર્શન હેઠળ આયોજીત રક્તદાન અભિયાનને કર્મચારીઓ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. જેમાં 24,500 યુનિટ (આશરે 9,800 લીટર) જીવનરક્ષક રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ વર્ષે આયોજીત રક્તદાન અભિયાને ગત વર્ષેના બ્લડ કલેક્શનનો રેકોર્ડ આંક (20,621 યુનિટ) વટાવ્યો છે. એકત્રિત રક્તનો જથ્થો 73,500 થી વધુ દર્દીઓને પીસીવી, પ્લેટલેટ કોન્સેન્ટ્રેટ્સ, પ્લાઝમા, એફએફપી, ક્રાયોપ્રિસિપિટેટ, આલ્બ્યુમિન જેવી ગંભીર બિમારીઓમાંથી બહાર લાવવામાં મદદરૂપ થશે.

ગૌતમ અદાણીના ૬૨મા જન્મદિવસે દેશવ્યાપી મેગા રક્તદાન અભિયાન ગૌતમ અદાણી

અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રિતિ અદાણીએ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરતાં કહ્યું, “હું અદાણી પરિવારના દરેક સભ્યનો આ ઉમદા કાર્યમાં યોગદાન બદલ આભાર માનું છું. દર-વર્ષે તેમનું સમર્પણ માત્ર તેમની કરુણા જ નહીં, પરંતુ જરૂરિયાતમંદોની સેવા કરવાની અમારી પ્રતિબદ્ધતાને પણ મજબૂત બનાવે છે.”

ગૌતમ અદાણીના ૬૨મા જન્મદિવસે દેશવ્યાપી મેગા રક્તદાન અભિયાન ગૌતમ અદાણી

આ મેગા ડ્રાઈવ રેડક્રોસ બ્લડ બેંક અને સરકારી હોસ્પિટલની બ્લડ બેંકો સાથે ભાગીદારીમાં યોજવામાં આવી હતી. 2,000 થી વધુ ડોકટરો, પેરામેડિક્સ, ડેટા ઓપરેટરો તેમજ મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન વિભાગની ટીમોએ આ અભિયાનને ભવ્ય સફળતા અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

2011 થી અદાણી ફાઉન્ડેશન શ્રી ગૌતમ અદાણીના જન્મદિવસની ઉજવણીમાં દર વર્ષે રક્તદાન અભિયાનનું આયોજન કરે છે. આવી પહેલો થકી ફાઉન્ડેશન મોટા પડકારોનો સામનો કરવા અને સમુદાયોના ટકાઉ અને સર્વગ્રાહી વિકાસ માટે પ્રતિબદ્ધ રહે છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here