ગુજરાત રાજ્યમાં વિશાળ રેલી:૫૩ હજારો આંગણવાડી મહિલા વર્કરોઓનું આંદોલન 

ગુજરાત રાજ્યમાં વિશાળ રેલી:૫૩ હજારો આંગણવાડી મહિલા વર્કરોઓનું આંદોલન 
ગુજરાત રાજ્યમાં વિશાળ રેલી:૫૩ હજારો આંગણવાડી મહિલા વર્કરોઓનું આંદોલન 
ગુજરાતના ગરીબ નાના ભુલકાંઓના શારિરીક અને માનસિક વિકાસ માટે મહત્વની ૫૩ હજાર આંગણવાડીઓ ચલાવતી મહિલા વર્કરોએ ફરી આંદોલન છેડયું છે. આજે રાજકોટ કલેક્ટર કચેરીએ વિશાળ સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી હતી.

Visit Saurashtra Kranti Homepage here

ઉગ્ર સૂત્રોચ્ચારો કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું તો ગત ત્રણ દિવસમાં રાજ્યભરમાં વિશાળ રેલી કાઢીને ઠેરઠેર આવેદનપત્રો આપી રોષ વ્યક્ત કરાયો છે. આંગણવાડી કર્મચારી સંગઠને જણાવ્યું કે આજે રાજકોટ ઉપરાંત મોરબી, જામનગર, મેંદરડા, માણાવદર, કેશોદ સહિત સૌરાષ્ટ્રભરમાં વિરોધ પ્રદર્શન કરીને આવેદનપત્ર અપાયા છે તો આણંદ, ભરુચ, વડોદરા, પાલીતાણા, ભાવનગર, નવસારી, વાંકાનેર, સુરત, અમરેલી, અમદાવાદ સહિતના સ્થળે પણ દેખાવો યોજાયા હતા.  રાજકોટમાં આંગણવાડી મહિલા વર્કરોએ જણાવ્યું કે ઘરના મસાલા વાપરીએ તેનું ચૂકવણુ સાત મહિનાથી થયું નથી, બહેનો ઘર સાચવે કે આંગણવાડી સાચવે તેવો ગંભીર પ્રશ્ન છે.

Read National News : Click Here

એક વર્ષ પહેલા ગત સપ્ટેમ્બર-૨૦૨૨માં સરકારી મોબાઈલ કામ કરતા ન હોય નવા આપવા, કાર્યકરોને સુપરવાઈઝરનું પ્રમોશન આપવા, કમસેકમ લઘુતમ વેતન દૈનિક રૂ।.૪૭૬ લેખે આપવા, હેલ્પરોને માત્ર રૂ।.૫૫૦૦ના વેતન સામે રૂ।.૮૦૦૦ આપવા સહિતની માંગણીઓ સરકારના મંત્રીઓ પાસે રજૂ કરાઈ હતી અને ઉકેલવા ખાત્રી અપાઈ હતી પરંતુ, પાળવામાં નથી આવી.ઈ.સ.૨૦૧૮ પછી પાંચ વર્ષમાં મોંઘવારી વધી છે છતાં વેતન વધ્યું નથી. જો ૧૦ દિવસમાં સરકાર માંગણી સંતોષવા પગલા નહીં લે તો ઉગ્ર આંદોલનની ચિમકી અપાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here