ગુજરાતમાં કાચા માલની તંગીને કારણે ઓઈલ ઉદ્યોગ સંકટમાં: ભાવ વધશે

ગુજરાતમાં કાચા માલની તંગીને કારણે ઓઈલ ઉદ્યોગ સંકટમાં: ભાવ વધશે
ગુજરાતમાં કાચા માલની તંગીને કારણે ઓઈલ ઉદ્યોગ સંકટમાં: ભાવ વધશે

કપાસિયા તેલનાં પીલાણ માટે પુરતો માલ ન હોવાથી 80 ટકા ઓઈલ મિલ બંધ રહેશે: મગફળી અને કપાસિયાનો પુરતો જથ્થો ન મળવાથી તેલિયા રાજાઓમાં મુંઝવણ

ચાલુ વર્ષે મગફળી અને કપાસનાં બિયા જેવો કાચો માલ પૂરતા પ્રમાણમાં મળ્યો ન હોવાથી ગુજરાતમાં પીલાણની અને ખાદ્યતેલ ઉત્પાદનની કામગીરીને ફટકો પડ્યો છે. ગુજરાતમાં 80 ટકાથી વધુ તેલ મિલ બંધ રહેવાની ભીતિ ઓલ ઇન્ડિયા કોટન, કોટન સીડ અને કોટન કેક બ્રોકર્સ એસોસિએશનનાં પ્રમુખ અવધેશ સેજપાલે જણાવ્યું હતું.
તેમણે તેલિયા રાજાઓની મુશ્કેલીનું વર્ણન કરતા જણાવ્યું હતું કે, કપાસ ઉત્પાદકોએ કોરોનાની પરિસ્થિતિને કારણે આ વર્ષે એમનો માલસમાન માર્ચ પહેલા જ વહેંચી નાખ્યો છે. પરિણામે કપાસિયા પીલાણ કરતી ઓઈલ મિલો પાસે કાચામાલની ગંભીર અછત ઉભી થઇ છે. અદાણી જેવી મોટા ગજાની કંપનીઓ પાસે પુરતો સ્ટોક હોવાથી એમની ઓઈલ મિલો ચાલુ છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

ગુજરાતમાં તેલીબિયા પીલાણનાં એક હજાર જેટલા યુનિટ છે જેમાંથી અત્યારે 800 થી વધુ યુનિટ બંધ પડ્યા હોવાનું ગુજરાત ખાદ્યતેલ અને તેલીબિયા એસોસિએશનનાં પ્રમુખ સમીર શાહે જણાવ્યું હતું. તેમણે માહિતી આપી હતી કે, સારી ગુણવત્તાની મગફળી અને કપાસિયાનો જથ્થો લગભગ ખાલી થઇ ગયો છે. નાફેડ પાસે મગફળીનો મોટો જથ્થો પડ્યો છે. પરંતુ ભાવ ઉંચો હોવાથી ઓઈલ મિલરોને પોસાય તેમ નથી એટલે ખરીદી કરતા નથી.

Read About Weather here

કપાસિયાનાં ભાવ પણઅ આસમાને ગયા હોવાથી ઓઈલ મિલરોને પોસાય તેમ નથી. ચાલુ વર્ષનાં અંત સુધીમાં 20 થી 25 મોટા ગજાની ખાદ્યતેલ બ્રાન્ડનાં એકમ સિવાયનાં મોટાભાગની ઓઈલ મિલ બંધ કરવી પડશે. આ પરિસ્થિતિ પાછળનું બીજું એક કારણ કપાસની વધતી જતી નિકાસ હોવાનું માનવામાં આવે છે. જાણકારો કહે છે કે, સિંગતેલ અને કપાસિયા તેલનું ઉત્પાદન અત્યારે અવરોધાયું હોવાથી ખાદ્યતેલોનાં ભાવોમાં વધુ ભડકો થવાની ભીતિ છે. (2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here