કોરોના વાયરસની તપાસ માટે ચીને WHO ટીમને એન્ટ્રી ન આપતા વિવાદ

ચીને કોરોના વાયરસના સ્ત્રોતની તપાસ કરવા આવી રહેલી વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠનની તપાસ ટીમને દેશમાં પ્રવેશવાની પરવાનગી આપવાની ના કહી દીધી છે. ચીન દ્વારા ઇન્વેસ્ટિગેશન ટીમને પરવાનગી ના આપવાના સમાચાર એવા સમયે આવ્યા છે, જ્યારે બેઇિંજગ પર એ આરોપ લાગ્યો છે કે તે કોરોના વાયરસને લઈને ઘણું બધું છુપાવી રહૃાું છે. એવું માનવામાં આવે છે કે વર્ષ ૨૦૧૯ના અંતિમ દિવસોમાં કોરોના વાયરસ ચીનના વુહાન શહેરથી આખી દુનિયામાં ફેલાયો.

ચીનનો દાવો છે કે કોરોના વાયરસ વુહાનથી નથી ફેલાયો. ડબલ્યુએચઓના ચીફે કહૃાું છે કે, ચીનના અધિકારીઓએ નિષ્ણાતોની ટીમને આવવાની પરવાનગી આપી નથી અને આનાથી તેઓ નિરાશ છે. કોરોના વાયરસનો પ્રકોપ ફેલાયાના એક વર્ષ પછી ડબલ્યુએચઓના નિષ્ણાતોની ટીમે ચીન આવવાનું હતુ જેથી આ મહામારીના સ્ત્રોત વિશે જાણવા મળી શકે. આ યાત્રા પર દુનિયા આખીની નજર હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઉપરાંત અનેક દેશના નેતાઓએ ચીન પર કોરોના વાયરસથી જોડાયેલા સમાચાર છુપાવવાનો આરોપ લગાવ્યો હતો.

ડબલ્યુએચઓએ કહૃાું કે, ચીને પહેલા ૧૦ નિષ્ણાતોની ટીમને પરવાનગી આપી હતી જે આ અઠવાડિયે ચીન આવવાના હતા. સંગઠને કહૃાું કે, અત્યારે મોટાભાગના નિષ્ણાતોએ પોતાની યાત્રા શરૂ પણ નહોતી કરી અને સંકટોનો સામનો કરવો પડ્યો. ચીન અત્યારે તેમને યાત્રાની પરવાનગી નથી આપી રહૃાું. ડબલ્યુએચઓના ઇમરજન્સી મુદ્દાના નિર્દેશક માઇકલ રયાને મંગળવારના કહૃાું કે. વીઝા ના મળવાની સમસ્યા છે. તેમણે આશા વ્યક્ત કરી કે, અમલદારશાહી સમસ્યા છે જેને ઉકેલી લેવામાં આવશે.

ચીનને લઇને ટીકાઓનો સામનો કરી રહેલા ડબલ્યુએચઓના ચીફ ટેડ્રોસ ઘેબ્રેયસસે કહૃાું આજે અમને ખબર પડી કે ચીની અધિકારીઓએ અત્યાર સુધી ટીમને ચીનમાં પ્રવેશવાની જરૂરી પરવાનગી નથી આપી. ચીનની ઘણા દિવસ પછી ટીકા કરતા ટેર્ડોસે કહૃાું, હું આ સમાચારથી ઘણો જ નિરાશ છું કે ૨ સભ્યોએ પહેલાથી જ પોતાની યાત્રા શરૂ કરી દીધી છે અને અને બે અન્ય લોકો અંતિમ સમયે યાત્રા ના કરી શક્યા. તેમણે કહૃાું કે, તેઓ ચીનના વરિષ્ઠ અધિકારીની સાથે સંપર્કમાં છે.