કોરોના રિટર્ન: મહારાષ્ટ્રમાં રેસ્ટોરન્ટ-હોટેલ બંધ, પંજાબમાં પરીક્ષાઓ રદ્દ (2)

    CORONA-EXAM-POSTPONE-કોરોના
    CORONA-EXAM-POSTPONE-કોરોના

    Subscribe Saurashtra Kranti here.

    કોરોના રિટર્ન : લગ્ન પ્રસંગમાં માત્ર ૫૦ લોકોને જ એન્ટ્રી

    રેસ્ટોરન્ટ,હોટેલ,મલ્ટીપ્લેક્સ 50 ટકા ક્ષમતા સાથે શરુ થશે, મોલની અંદર માસ્ક,સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત

    મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહૃાો છે. કોરોનાના દરરોજના આંકડાઓ ચિંતામાં વધારો કરી રહૃાા છે. જેને લઇને મહારાષ્ટ્ર સરકાર ફરીથી પ્રતિબંધો લગાવી રહી છે. નાગપુરમાં લોકડાઉન લાગુ થયું છે તો અનેક જિલ્લામાં નાઇટ કર્ફ્યું લગાવવામાં આવ્યો છે. આ બધા વચ્ચે મહારાષ્ટ્ર સરકારે કોરોનાને રોકવા માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે.

    જેની અંદર કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં હવે રેસ્ટોરન્ટ, હોટેલ, મલ્ટીપ્લેક્સ ૫૦ ટકા ક્ષમતા સાથે શરુ રહેશે. આ સિવાય મોલની અંદર તમામ લોકોએ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવુ પડશે. નિયમોનું પાલન કરાવવા માટે મોલની અંદર વધારે કર્મચારીઓને તહેનાત કરવાના રહેશે.

    આ સિવાય આ નવી ગાઇડલાઇનમાં સરકારે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં લગાવેલા પ્રતિબંધોને ૩૧ માર્ચ સુધી વધારી દીધા છે.કોરોના રિટર્ન લગ્ન સમારોહની અંદર મહેમાનોની સંખ્યા પર ફરીથી કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.
    મહારાષ્ટ્રમાં લગ્ન પ્રસંગ માટે હવે માત્ર ૫૦ લોકો જ સામેલ થઇ શકશે. તો તમામ પ્રકારના સામાજિક, સાંસ્કૃતિક, રાજનૈતિક અને ધાર્મિક કાર્યક્રમો પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

    નવી ગાઇડલાઇન પ્રમાણે અંતિમ સંસ્કારમાં ૨૦ કરતા વધરે લોકો સામેલ થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે રવિવારે મહારાષ્ટ્રમાં ૧૬૬૨૦ નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ ફરી વખત સરકાર એક્શન મોડમાં આવી છે.

    કોરોના રિટર્ન મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસ સામે આવતા જ ફરી વખત સરકાર એક્શન મોડમાં આવી છે. મહારાષ્ટ્રમાં કોરોનાની મહામારીનો પ્રકોપ વધતો હોવાથી રાજ્ય સરકાર ચિંતામાં પડી ગઈ છે. સંપૂર્ણપણે લોકડાઉન મૂકવામાં બદલે સરકાર આકરા પ્રતિબંધો મૂકવાની નીતિ અપનાવી રહી છે. જેને અનુંસંધાનમાં ઉપર્યુક્ત નવી કોરોના ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે.

    Read About Weather here

    મહારાષ્ટ્રમાં ધોરણ ૧થી ૮માં માસ પ્રમોશન આપવાની તૈયારી

    મહારાષ્ટ્રમાં ફરી કોરોનાના કેસો રોકેટ ગતિએ વધી રહૃાા છે, ત્યારે રાજ્ય સરકાર પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓને પરીક્ષા લીધા વિના જ આગળના ધોરણમાં મોકલી દેવા વિચારણા કરી રહી છે. જોકે, વિદ્યાર્થીઓનું આ વર્ષમાં પર્ફોમન્સ કેવું રહૃાું છે તેના આધાર પર તેમને ગ્રેડ આપવામાં આવશે. ધોરણ ૧થી ધોરણ ૮માં ભણતા સ્ટૂડન્ટ્સને કોરોના રિટર્નના વધતા કેસ વચ્ચે પરીક્ષા લીધા વિના જ પ્રમોટ કરવા માટે શિક્ષણ વિભાગ ગંભીરતાથી વિચારી રહૃાો છે.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here