કોરોનાની અસર શેરબજાર પર: સેનસેક્સમાં 870 અંકનું ગાબડું

sensex-down-શેરબજાર
sensex-down-શેરબજાર

રોકાણકારોએ શેરબજારમાં ૨.૧૭ લાખ કરોડ ગુમાવ્યા

સેનસેક્સે ૫૦ હજારની સપાટી ગુમાવી, નિફટી ૨૩૦ અંક ગગડી ૧૪,૬૩૭ના સ્થાને બંધ

Subscribe Saurashtra Kranti here

દેશમાં વધતા જતા કોરોનાના કેસને કારણે સોમવારે શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. અનેક રાજ્યોમાં લોકડાઉનને લીધે આર્થિક કામકાજ પર પણ અસર થઈ છે. જેને પગલે ભારતીય બજારમાં ભારે ઘટાડો થયો છે. સવારે સેન્સેક્સ સામાન્ય લેવલ પર શરૂ થયું હતું. જોકે બજાર કામકાજને અંતે શેરબજાર ૮૭૦ પોઇન્ટ ગગડી ૪૯,૧૫૯ બંધ રહૃાું છે. સેન્સેક્સમાં સ્થાન ધરાવતી ૩૦ પૈકી ૨૫ કંપનીના શેરમાં મંદી જોવા મળી છે. જેમાં બજાજ ફાઈનાન્સ,અને ઈન્ડસઈન્ડ બેક્ધના શેર સૌથી વધારે ૫.૬%થી વધારે ઘટ્યા છે. આ પહેલાં ૨૬ માર્ચે સેન્સેક્સ ૪૯ હજારથી નીચે આવ્યો હતો. સેન્સેક્સ ૮૭૦.૫૧ પોઇન્ટ અથવા ૧.૭૪ ટકા ગગડી ૪૯,૧૫૯.૩૨ રહૃાો છે. આમ આજે સોમવારે રોકાણકારોને શેરબજારમાં ૨.૧૭ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયુ છે.

નિટી પણ ૨૩૦ પોઇન્ટ ગગડીને ૧૪,૬૩૭ પર બંધ રહૃાો છે. રોકાણકારો સૌથી વધારે વેચવાલી બ્રેકીંગ અને ઓટો શેરોમાં કરી રહૃાા છે. ખાસ કરીને સરકારી બેક્ધોના શેરોમાં સૌથી વધારે ધોવાણ થયું છે, જેમાં કેનેરા બેંક ૬ ટકા ગગડ્યો છે. નિટી બેક્ધ ઈન્ડેક્સ ૧,૧૭૯ પોઇન્ટ એટલે કે ૩.૫ ટકા ગગડી ૩૨,૬૭૮ પર બંધ રહૃાો છે. એવી જ રીતે ઓટો ઈન્ડેક્સ પણ ૨.૫ ટકા નીચે આવ્યો છે, જ્યારે IT ઈન્ડેક્સ ૫૧૧ પોઇન્ટ અથવા ૨ ટકા વધીને બંધ રહૃાો હતો.

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત વિક્રમી ઘટાડા સાથે થઈ હતી. વિશ્ર્વના અર્થતંત્રમાં કોરોના સંક્રમણ ફરી ઝડપી ફેલાઈ રહૃાું હોવાથી આજે ભારતીય શેરબજારમા ભારે ઘટાડો જોવા મળ્યો હતો. વિશ્ર્વભરમાં ફરી કોરોના સંક્રમણના નવા વેવની ચિંતામાં ફરી લોકડાઉન કરવામાં આવ્યું છે.

વડાપ્રધાને રાજ્ય સરકાર સાથેની બેઠકમાં બીજા તબક્કાનો કોરોના દેશમાં ફરી વળ્યો હોવાની દહેશત વ્યકત કરી છે. તેની શેરબજારમાં ભારે નકારાત્મક અસર જોવા મળી હતી. કેટલાક રાજ્યોએ તો ચોક્કસ સમય માટે કર્યુ અમલી કરી દીધો હોવાથી હોટલ, રેસ્ટોરન્ટ, સિનેમા સેક્ટરને નકારાત્મક અસર થવાની સંભાવનાઓ પાછળ આર્થિક ગ્રોથ ફરીથી ખોરવાઈ રહૃાો હતો તેવી દહેશત વ્યકત કરવામાં આવી હતી.

Read About Weather here

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૧૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૮% ઘટીને બંધ રહૃાા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર હેલ્થકેર, ટેલીકોમ અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહૃાા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૪૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૯૬ અને વધનારની સંખ્યા ૧૦૫૯ રહી હતી, ૧૮૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૦૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૨૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here