કેરળમાં રાજકીય ભૂકંપ: મહિલાએ સીએમ વિજયન પર લગાવ્યા આરોપ

કેરળના ચકચારી ડોલર સ્મગિંલગ કેસમાં વિવાદાસ્પદ સ્વપ્ના સુરેશે સનસનાટીપૂર્ણ ખુલાસા કર્યા છે. બરાબર વિધાનસભાની ચૂંટણી પહેલા જ સ્વપ્નાએ કરેલા ધડાકાથી રાજ્યની રાજનીતિમાં ભૂકંપ સર્જાયો છે. સ્વપ્ના સુરેશે કસ્ટમ અધિકારીઓ સામે કબુલાત કરી છે કે, ખુદ કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન જ આ ડોલર કેસમાં શામેલ છે. એટલું જ નહીં સ્વપ્નાએ તો એ પણ ખુલાસો કર્યો છે કે, કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન જ વાણિજ્ય દૃૂતાવાસના સીધા સંપર્કમાં હતાં. આટલુ ઓછું હોય તેમ સ્વપ્નાએ વિજયન સરકારના અન્ય ત્રણ કેબિનેટ મંત્રીના નામ પણ ડોલર સ્મગ્લીંગ કેસમાં ઉઘાડા પાડ્યા છે.

આ ખુલાસા બાદ કેરળ વિધાનસભામાં વિપક્ષના નેતા રમેશ ચેન્નિથલાએ કહૃાું હતું કે, કોંગ્રેસ દ્વારા સોનાની તસ્કરી અને ડોલરની તસ્કરી કેસમાં લગાવવામાં તમામ આરોપો સાચા સાબિત થઈ રહૃાાં છે. હકીકત એ પણ છે કે, આ કેસમાં ભાજપ અને એલડીએફ બંને શામેલ છે. ઉલ્લેખનીય છે કે, ગોલ્ડ સ્મગ્લિંગ કેસમાં જેવું સ્વપ્ના સુરેશનું નામ ખુલતા જ કેરળના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. સ્વપ્નાની કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સાથેની તસવીરો પણ રાતોરાત વાયરલ થવા લાગી હતી.