કેરળમાં ચર્ચે ભાજપના ઉમેદવારને મત આપવા અપીલ કરતા વિવાદ

કેરાલા વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ સમર્થિત UDF અને લેટ પાર્ટીઓના સમર્થનવાળા ગઠબંધન LDFની સાથે સાથે હવે ત્રીજા મોરચા તરીકે ભાજપ સમર્થિત NDAની પણ ચર્ચા ચાલી રહી છે.
ભાજપ ગઠબંધન દ્વારા આ વખતે એવુ સમીકરણ ગોઠવવાના પ્રયાસો થઈ રહૃાા છે જેની આ પહેલા કલ્પના પણ થઈ શકે તેમ નહોતી.ભાજપ દ્વારા આ વખતે હિન્દૃુઓની સાથે સાથે ખ્રિસ્તીઓને પોતાની તરફેણમાં લાવવા માટે પ્રયાસો થઈ રહૃાા છે. આ પ્રયત્નોની અસર પણ દેખાવા માંડી છે.

કેરાલાના માલાકાર ઓર્થોડોક્સ સિરિયન ચર્ચે પોતાના અનુયાયીઓને ભાજનપા ઉમેદવાર બાલાશંકરને જીતાડવા માટે અપીલ કીર છે.કારણકે તેમણે ચર્ચને બચાવવા માટે બહુ મોટુ યોગદૃાન આપ્યુ હતુ.હાઈવે પહોળો કરવા માટે ચર્ચને તોડી નાંખવાનુ નક્કી કરાયુ હતુ ત્યારે બાલાશંકરે સરકારનો આદેશ રોકાવડાયો હતો.

ભાજપ દ્વારા ખ્રિસ્તીઓને પોતાની તરફેણમાં લાવવાના પ્રયત્નો સફળ થયા તો આ વખતે ભાજપ કેરાલાની ચૂંટણીમાં ઈતિહાસ રચી શકે તેમ છે.કેરાલામાં ખ્રિસ્તી સમુદાયની વસતી ૧૯ ટકા છે અને આ સમુદૃાય UDF અને LDFÚથી નારાજ ચાલી રહયો છે.ભાજપ તેનો ફાયદો ઉઠાવવા માંગે છે.

આ પહેલા પીએમ મોદીએ આ સમુદાયના મુખ્ય ત્રણ પાદરીઓ સાથે એક બેઠક પણ કરી હતી અને આ સમુદાયના પ્રશ્ર્નો અંગે ચર્ચા પણ કરી હતી. પીએમ મોદી સાથેની મુલાકાતને પાદરીઓએ પણ બહુ સકારાત્મક ગણાવી હતી.