કેપિટલ હિલમાં હિંસા બાદ મહાવિનાશ વિમાન ઈ-૪બી ‘નાઇટવોચ તાત્કાલિક એક્ટીવ

અમેરિકન સંસદ ભવન કેપિટલ હિલ પર હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દક્ષિણપંથી સમર્થકોનીહિંસા બાદ દેશમાં તખ્તાપલટાનો ખતરો મંડરાઇ રહૃાો છે. કેપિટલ હિલ પરિસરમાં થયેલી હિંસામાં અત્યાર સુધીમાં ૪ લોકોના મોત થયા છે અને ત્રણ બીજા લોકોની સ્થિતિ ગંભીર છે. દેશ પર મંડરાયેલા સંકટને જોતા અમેરિકન વાયુસેના હરકતમાં આવી ગયું છે અને દુનિયામાં મહાવિનાશ લાવનાર વિમાન ઈ-૪બી ‘નાઇટવોચ તાત્કાલિક હવામાં પેટ્રોિંલગ કરવા લાગ્યું. આ અત્યાધુનિક સુવિધાઓથી લેસ વિમાન અમેરિકાના ૪૩૧૫ પરમાણુ બોમ્બને નિયંત્રિત કરવામાં સક્ષમ છે. અમેરિકન મીડિયામાં આવેલા સમાચારમાં કહેવામાં આવ્યું છે કે સંસદ પર કબ્જાની અસફળ કોશિષ બાદ અમેરિકાના મેરિલેન્ડ સ્થિત અંડ્રયૂ એરબેઝથી નેશનલ એર કમાન્ડ પોસ્ટ એરક્રાટ ઈ-૪બી એ ઉડાન ભરી. કહેવામાં આવી રહૃાું છે કે અમેરિકામાં આવેલા સંકટનો શત્રુ દેશ ફાયદૃો ના ઉઠાવી લે તેના માટે ન્યુક્લિઅર ડુમ્સડે પ્લેન ઈ-૪બી વિમાન તાત્કાલિક એકશનમાં આવી ગયું. તેના દ્વારા અમેરિકન સેના એ સંદેશ આપ્યો કે તેઓ આ સંકટ બાદ પણ પરમાણુ હુમલો કરવામાં સક્ષમ છે અને દુશ્મનોએ જો કોઇ હરકત કરી તો તેનો જડબાતોડ જવાબ મળશે.

અમેરિકન વાયુસેનાનું આ મહાવિનાશ લાવનાર વિમાન જ્યારે પણ અમેરિકા પર સંકટ આવે છે, ત્યારે હવામાં ઉડી જાય છે. આની પહેલાં રાષ્ટ્રપતિ ટ્રમ્પના કોરોના પોઝિટિવ હોવાના સમચાર આવવા પર વિમાન હવામાં ઉડી ગયા હતા. આ જ રીતે ૯/૧૧ હુમલા બાદ પણ આ વિમાન હરકતમાં આવ્યું હતું. આ ઘાતક પ્લેનને ‘નાઇટવોચ કહેવાય છે. યુએસ એરફોર્સના ઈ-૪બી વિમાનને બોઇંગ ૭૪૭-૨૦૦બી વિમાનમાં ફેરફાર કરીને બનાવ્યું. અમેરિકન વાયુસેના આવા ૪ વિમાનોનો ઉપયોગ કરે છે. આ વિમાન એ રીતે બનાવામાં આવ્યું છે કે આ કોઇપણ હુમલાને ઝીલવામાં સક્ષમ છે. ઈ-૪બી ‘નાઇટવોચ વિમાનમાં બારી નથી આથી પરમાણુ હુમલો થવા પર તેમાં બેઠેલા લોકો પર કોઇ અસર થતી નથી.

તેમાં રાષ્ટ્રપતિ સહિત અતિવિશિષ્ટ લોકોને બેસાડવાની વ્યવસ્થા હોય છે. આ પરમાણુ હુમલા બાદ પણ ખૂબ જ સુરક્ષિત રીતે કમાન્ડ સેન્ટર તરીકે કામ કરવા લાગે છે. તેના દ્વારા અમેરિકા આખી દુનિયામાં કયાંય પણ હુમલો કરવા માટે નિર્દેશ આપી શકે છે. આથી અમેરિકાના પરમાણુ હથિયારોને નિયંત્રિત કરી શકે છે. ઈ-૪બી ‘નાઇટવોચ વિમાન સૌથી પહેલાં ૧૯૭૪માં સેવામાં આવ્યું હતું. હવે અંદૃાજે ૫૦ વર્ષની સેવા બાદ આ વિમાન રિટાયર થવાના કગાર પર છે. તેના લીધે અમેરિકન વાયુસેના તેને બદૃલવા જઇ રહૃાું છે. તેના ૪ વિમાનોમાંથી એક હંમેશા એલર્ટ મુદ્રામાં રખાય છે જેથી કરીને જો કોઇપણ મોટું સંકટ આવે છે તો તાત્કાલિક આ મહાવિનાશ લાવનાર વિમાન જંગ માટે તૈયાર થઇ જાય. આથી તેને ડુમ્સડે પ્લેન કહેવાય છે.