કેન્દ્રનો રાજ્યોને નિર્દેશ: કઠોળનો સંગ્રહ ન કરવો

કેન્દ્રનો રાજ્યોને નિર્દેશ: કઠોળનો સંગ્રહ ન કરવો
કેન્દ્રનો રાજ્યોને નિર્દેશ: કઠોળનો સંગ્રહ ન કરવો

કેન્દ્ર સરકારે બુધવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વેપારીઓ, આયાતકારો અને મિલરો સહિત તમામ સ્ટોક હોલ્ડિંગ એકમો પાસેથી કઠોળના સ્ટોક વિશે સાપ્તાહિક માહિતી એકત્રિત કરવાનો નિર્દેશ આપ્યો છે.

સંગ્રહખોરીને રોકવા અને દાળના ભાવને નિયંત્રિત કરવાના હેતુથી આ સૂચના આપવામાં આવી છે. ફેબ્રુઆરીમાં ખાદ્ય ફુગાવાનો દર એક વર્ષ અગાઉ 5.9 ટકાની સરખામણીએ 8.66 ટકા હતો.

કઠોળના ભાવમાં 18.9%નો વધારો થયો છે. કેન્દ્રએ રાજ્યોને સમયાંતરે મુખ્ય બંદરો અને કઠોળ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો પરના વેરહાઉસમાં સ્ટોક તપાસવા અને ખોટી માહિતી આપનારાઓ સામે કડક પગલાં લેવા જણાવ્યું હતું.