કાબુલ એરપોર્ટ હુમલાનો બદલો લેતુ અમેરિકા

કાબુલ એરપોર્ટ હુમલાનો બદલો લેતુ અમેરિકા
કાબુલ એરપોર્ટ હુમલાનો બદલો લેતુ અમેરિકા

અફઘાનિસ્તાનના નાંગરહાર પ્રાંતમાં અમેરિકી સેનાનો આઈ.એસ પર ડ્રોનથી હુમલો

કાબુલ એરપોર્ટ પર ગુરૂ, શુક્રવારે પણ અફરાતફરી ચાલુ રહી હતી. ગઈકાલે અમેરિકી દળોએ આઈ.એસ પર જોરદાર ડ્રોન હુમલો કરી કાબુલ એરપોર્ટ ધડાકાના માસ્ટર માઈન્ડને ઠાર માર્યો હોવાનો દાવો કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આઈ.એસ ખોરાસાન સંગઠન પર આ હુમલો કરવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાનના નાંગરહાર પ્રાંતમાં અમેરિકી દળોએ ડ્રોન હુમલો કરીને કાબુલ હુમલાનું આયોજન કરનારાને ઠાર માર્યા હતા.

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડનાં કેપ્ટન બિલ અર્બને જણાવ્યું હતું કે, આઈ.એસ પર ત્રાટક્યા બાદ પ્રારંભિક સંકેતો એવા મળ્યા છે કે, અમે કાબુલ હુમલા ખોરોને ઠાર માર્યા છે. કોઈ નાગરિકોને જાનહાની થઇ નથી.

Read About Weather here

દરમિયાન કાબુલ એરપોર્ટ પર હજુ વધુ હુમલા થવાની શક્યતા દર્શાવી અમેરિકાએ એરપોર્ટનાં મુખ્ય ગેઇટ પરથી દૂર રહેવા તમામ લોકોને તાકીદ કરી છે. વ્હાઈટ હાઉસે જાહેર કર્યું છે કે રેસ્ક્યુની કામગીરી ચાલુ રહેવાની છે. છેલ્લા બે સપ્તાહમાં 11 હજાર લોકોને ઉગારી લેવામાં આવ્યા છે.(૨.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here